બોટાદ ધંધુકા ગાંધીગ્રામ વચ્ચે દોડતી ટ્રેનમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરતા એક ઇસમની રેલ્વે પોલીસે અટકાયત
બોટાદ ધંધુકા ગાંધીગ્રામ વચ્ચે દોડતી ટ્રેનમાંથી ચીજ વસ્તુઓની ચોરી કરતા એક ઇસમની રેલ્વે પોલીસે અટકાયત
બોટાદ ગાંધીગ્રામ ટ્રેનમાં છેલ્લાં કેટલાંક સમયથી રેલવેના કોચમાં રહેલી રેલ્વે ની ચીજ વસ્તુઓની ચોરીની ઘટનાઓ બનતા આ સંદર્ભે રેલ્વે પોલીસે વોચ ગોઠવી તપાસ કરતા લોલિયાના ચંદુભાઈ નાયક રેલ્વે પોલીસના હાથે પકડાઈ ગયા હતા. પોલીસે આ શખસની સઘન પૂછપરછ કરતા તેણે ચોરીનો સામાન ધંધુકા ખાતે ભંગાર વાડો ચલાવતા ભેરૂમલના વાડામાં વેચ્યો હોવાનું જણાવતા પોલીસે ભંગારવાડા ખાતે પહોંચી તલાશી લેતા રેલ્વે નો ચોરાયેલો મુદામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત બગોદરાના પ્રેમ ગણેશ ગુજ્જરના વાડામાંથી પણ ચોરીનો માલ મળી આવ્યો હતો. તપાસના અંતે પોલીસે ચંદુ નાયક અને ભંગારવાડા ચલાવતા ઈસમો બંને ની અટકાયત કરી સાબરમતી ખાતે મોકલી આપ્યા છે.આ પ્રકરણમાં પોલીસે 10 હજારનો મુદામાલ રિકવર કર્યો હતો.અને બાદમાં રેલ્વે ની કલમ ૩ મુજબ રેલ્વે ની સંપતિ પર અનઅધિકૃત કબ્જો કરવાના ગુન્હાની કલમ લગાવીને ધંધુકા રેન્જના નિરીક્ષક ઉદયભાણસિંહ અને એ.એસ.આઈ રિતેશ શુક્લાએ આગળ કાર્યવાહી હાથધરી છે.
રિપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.