ચિતલ માં ૧૦૭ મો નેત્રયજ્ઞ એવમ દંતયજ્ઞ સ્વ. રવિદાસ દેસાણી ની સ્મૃતિ માં યોજાઈ ગયો
ચિતલ માં ૧૦૭ મો નેત્રયજ્ઞ એવમ દંતયજ્ઞ સ્વ. રવિદાસ દેસાણી ની સ્મૃતિ માં યોજાઈ ગયો
ચિતલ માં ૧૦૭ મો નેત્રયજ્ઞ સ્વ. રવિદાસ દેસાણી ની સ્મૃતિ માં યોજાઇ ગયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા એ ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે બિપીનભાઈ દેસાણી ના સહયોગ થી ૧૦૭ મોં નેત્રનિદાન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દંતયજ્ઞ સ્વ.રવિદાસ દેસાણી ની સ્મૃતિમાં રાજેશભાઈ વિઠલાણી ના પ્રમુખસ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન ક્રિષ્ના બિપીનભાઈ દેસાણી અને પત્રકાર ભાવેશભાઈ વાઘેલા ના વરદહસ્તે કરવામાં આવેલ આ તકે આયોધ્યા તીર્થ નો પગપાળા યાત્રા એ ગયેલ રામભક્ત મનુભાઈ દેસાઈ નું વિશ્વ હિન્દુ પરિષદ અને લાયન્સ કલબ ઓફ અમરેલી દ્વારા સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચિતલ ના અગ્રણી મનુભાઈ દેસાઈ, લાલભાઈ દેસાઈ, તાલુકા પંચાયત ના ચેરમેન જે.બી. દેસાઈ ડૉ.સેજલબેન રામાવત પત્રકાર ચિરાગ હરિયાણી, લાયન્સ ના સેક્રેટરી ખજાનચી.હર્ષદભાઈ વઘાસિયા ખાસ હાજર રહેલ કેમ્પ માં ૧૦૩ દર્દીઓ એ લાભ લીધેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ કેમ્પ માં ૧૧૨ દર્દીઓ માંથી ૩૪ દર્દીઓ ને મોતિયાની સારવાર કરવામાં આવેલ આ શિબિરને સફળ બનાવવા માટે નેત્રનિદાન કેમ્પ કમિટીના દિનેશભાઈ મેસિયા,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ જીતુભાઈ વાઘેલા ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા બકુલભાઈ ભીમાણી, હસુભાઈ ડોડીયા વગેરે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.