વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ‌ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સફળતાપૂર્વક યોજાયો - At This Time

વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ‌ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સફળતાપૂર્વક યોજાયો


સુરેન્દ્રનગરના થાનગઢ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ એ સમાજની પ્રગતિ નો પાયો છે એવી વિચારધારા ધરાવતા વરિયા પ્રજાપતિ સમાજનો મુખ્ય ઉદ્દેશ શૈક્ષણિક વિકાસનો રહેવા પામ્યો છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્માન સમારોહ, સામાન્ય જ્ઞાન પરીક્ષાનું આયોજન, રમતગમત, મહેંદી, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત નબળી સ્થિતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવી વિગેરે જેવા પ્રોત્સાહક અને પરિણામલક્ષી કાર્યો થાનગઢના વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે. આ માટે દાતાઓનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે. સંસ્થાના સ્થાપના કાળથી પ્રત્યેક વર્ષે યોજાતો સન્માન સમારોહ આ વર્ષે ૧૮મો વિદ્યાર્થી સન્માન મહોત્સવ તા. ૦૮-૦૬-૨૦૨૪ના શનિવારે રાત્રે : ૮-૦૦ કલાકે ભોરણીયા રામીબેન ગોરધનભાઈ, વરિયા પ્રજાપતિ સમાજની વાડી, સ્વ. રવજીભગત માર્ગ, થાનગઢ મુકામે યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના વરિયા પ્રજાપતિ સમાજના વિધાર્થી મિત્રોમાં અભ્યાસ અંગે ઉત્સાહ પ્રેરવા અને સંગઠનની ભાવના અર્થે યોજાયેલ આ વિધાર્થી સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રભ પ્રસંગે થાનગઢના સવજીભાઈ ગંગારામભાઈ નારણીયા મુખ્ય પ્રમુખપદે દીપ પ્રાગટ્ય કરી સમારોહનું ઉદ્ઘાટન ગુરૂ મેહુલદાસ બાપુ મહંતહડમતીયા ૫.પુ. જયરાજનાથબાપુ વાવડી (મોરબી)એ કર્યું હતું. આ મહોત્સવને મુખ્ય મહેમાનો‌ અમરશીભાઈ રવજીભાઈ અંદોદરીયા (થાનગઢ), ભાવેશભાઈ છગનભાઈ વામજા (મોરબી), ભરતભાઈ બેચરભાઈ બરાસરા (વાંકાનેર), પરસોતમભાઈ દેવજીભાઈ વાણેશીયા - (રાજકોટ), જગદીશભાઈ મલુભાઈ સખનપરા (ગોંડલ), સી‌ એ. કૃણાલભાઈ પ્રદીપભાઈ ભોરણીયા (મકનસર)એ ઉપસ્થિત રહીને શોભાવ્યો હતો. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ રમત ગમત સ્પર્ધા તથા જનરલ ઈનામ અપાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોના હસ્તે સમાજના ૨૮૦ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓ તથા શિક્ષણ સમિતિ તરફથી રોકડ પુરસ્કાર શિલ્ડ અને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. સમાજના હજારેક નાગરિકો ભરચક હાજરી વચ્ચે વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢના કીરીટભાઈ મૈજડીયા, સંદીપભાઇ અંદોદરીયા અને ગુણવંતભાઈ વારનેશીયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કાર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.