ખનીજ ચોરો ની ધરપકડ માટે અમૃત મકવાણા દ્વારા કલેકટર ને આવેદનપત્ર
*ખનીજ ચોરી બંધ અને આરોપી ની ધરપકડ માટે અમૃત મકવાણા ની કલેકટર ને રજુઆત*
*અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી*
સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ૪ દિવસ માં કોલસાની ગેરકાયદેસર ખાણ માં ૭ મજુર ના મોત નો બનાવ બનતા અને ભાજપ આગેવાનો ના નામોઉલ્લેખ એફ આઈ આર મા થતા સામાજિક આગેવાન અને આમ આદમી પાર્ટી ના અમૃતભાઈ મકવાણા એ કલેક્ટર ને રજુઆત કરવા માટે અર્ધનગ્ન હાલતમાં ખુલ્લા પગે ચાલી કલેકટર કચેરી ખાતે પહોંચી ગયા હતા ત્યારે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ માં તેઓ ને રોકી રાખવા માં આવતા તેઓ ત્યાં જ બેસી ગયા હતા અને કલેકટર ને જ આવેદનપત્ર આપશે બાદ જ તેઓ મેદાન છોડશે નો નિર્ણય લેતા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી તેઓ એ સાત મજુર ના મોત ચાર દિવસ માં થયા છે એક ભેટ ગામે જે ત્રણ મજુર ના મોત બાબતે ભાજપ આગેવાનો સામે કેસ દાખલ થતા તેઓ ની ધરપકડ આજદિન સુધી થઈ નથી તેઓ ની તાત્કાલિક ધરપકડ કરવા માં આવે અને કોલસાની ગેરકાયદેસર ખાણો તાત્કાલિક સદતંર બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે આ ઘટના માં મુળી પી.એસ.આઈ ની બદલી કેમ કરવામાં આવી તે પણ સવાલ ઉભો કરેલ કે ભાજપ આગેવાનો સામે કેસ કરાતા અધિકારી ની બદલી રાજકીય રીતે કરવામાં આવી છે તે બંધ રહેવી જોઈએ
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.