પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી - At This Time

પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી


જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો શહેરમાં દિન પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. થોડા દિવસો પહેલા સમાચારમાં અહેવાલો પ્રસિદ થતાં પાલિકા તંત્રએ રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી

જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો,અને રસ્તા ઉપર રખડતા ઢોર બેઠા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાન હતા ત્યારે સમાચારમાં દ્વારા રખડતા ઢોર નો અહેવાલ દર્શવ્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને રસ્તા ઉપર બેઠેલ રખડતા ઢોર અને ગાયો પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઇ હતી,સાથે જ રસ્તા ઉપર થી માલિકીના પણ ઢોર તંત્ર દ્વારા પકડવામા શરૂ કરાયું હતું,સાથે ઢોર પકડવાની કામગીરી દરમિયાન કોઈ ઢોર માલિક અડચણ ઉભી કરશે તો તેની સામે પણ ફરજમાં રૂકાવટ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે ,સાથે રખડતા ઢોર તેમજ માલિકી ના ઢોર નો જ્યાં સુધી ત્રાસ રહેશે ત્યાં સુધી ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે,તેમજ પકડાયેલા ઢોર ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવશે, શહેરમાં રખડતાં પશુઓ ઉપર અંકુશ લાવવા મોડે મોડે જાગેલી પાલિકાએ રખડતી ગાયોના પ્રશ્ને લોકોની અનેક ફરિયાદો ઉઠતાં રખડતાં પશુઓને પકડવા અભિયાન હાથ ધર્યું હતું


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.