ગરબાડા તાલુકાના ભે ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરતા ખેડૂત ઘાયલ.
ખેડૂતે પ્રતિકાર કરતાં દીપડો ભાગી છૂટ્યો
દાહોદ જિલ્લામાં અવારનવાર દીપડાના હુમલાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે આજે વધુ એક દીપડાના હુમલાના સમાચાર મળી રહ્યા છે જેમાં ગરબાડા તાલુકાના ભે ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી દીપડાના હુમલામાં ઘાયલ ખેડૂતને ગરબાડાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
આજરોજ ભે ગામ ખાતે કેશવાભાઇ નાથાભાઈ ભુરીયા બપોરના ત્રણ વાગ્યાના સમયે પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે તેના પર અચાનક દીપડાએ હુમલો કરી દિધો હતો. જેનો પ્રતીકાર કરતા તે દીપડો ત્યાંથી ભાગી ગયો હતો પણ કેશવાભાઈ ને ખભા ઉપર તથા પાછળ પેટના ભાગે તેમજ કમરના ભાગે દીપડા એ પંજા મારી ઇજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેને ગરબાડામાં આવેલ નવા ફળિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. દિપડાએ હુમલો કરવાની જાણ ગરબાડા વન વિભાગની ટીમને કરવામાં આવતા વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે માનવભક્ષી દીપડાના કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.