બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિતે ફટાકડાનું હંગામી ધોરણે વેચાણ કરવા ઈચ્છતા વેપારીઓ માટે જોગ - At This Time

બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવારો નિમિતે ફટાકડાનું હંગામી ધોરણે વેચાણ કરવા ઈચ્છતા વેપારીઓ માટે જોગ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ અને ગઢડા તાલુકામાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડાનું હંગામી ધોરણે વેચાણ કરવા ઇચ્છતા તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બોટાદ અને ગઢડા તાલુકામાં આવેલી નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફટાકડા હંગામી વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબંધિત વેપારીઓએ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, તાલુકા સેવા સદન, ચોથો માળ, બોટાદ ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૧૯/૦૯/૨૦૨૪થી મેળવી તા.૦૩/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાના રહેશે. સમય મર્યાદા બાદ તથા અધુરી વિગતો તથા અધુરા પુરાવાઓ વાળી મળેલી અરજીઓનો અસ્વીકાર કરવામા આવશે, જેની નોંધ લેવા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.