પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે પ્રસૃતિ અને બાળમરણ અટકાયત અંગેની સાફલ્ય ગાથા
તારીખ ૧૧/૦૬/૨૦૨૪ નાં રોજ પ્રા.આ.કેન્દ્ર- તુરખા હેઠળ આવતા રંગપર ગામે રહેતા પાયલબેન મદારસંગભાઈ તાવિયા ઉમર વર્ષ ૩૨ ને પ્રસૃતીપીડા ઉપડતા તેઓ તારીખ ૧૧/૦૬/૨૦૨૪ નાં રોજ સવારે અંદાજે સવારે ૧૦.૩૫ વાગે પ્રા.આ.કેન્દ્ર – તુરખા ખાતે સારવાર અર્થે આવેલ, તેઓની તપાસ કરતા તેઓની ડીલીવરી ને થોડો સમય લાગે તેમ હોય દાખલ થવા જણાવેલ પરંતુ કુટુંબીજન દ્વારા બહેન ને ઘરે પરત લઈ જવામાં આવેલ, ત્યારબાદ પ્રા.આ.કેન્દ્ર તુરખા નાં મેડીકલ ઓફિસર સાહેબ નાં માર્ગદર્શન માં આશા બહેન ભાનુબેન ગોહિલ અને ફી.હે.વ ગોપીબેન પરમાર દ્વારા ગૃહ મુલાકાત કરીને દર્દી ને પ્રસૃતિ માટે વધુ સમય બાકી ન હોય પ્રા.આ.કેન્દ્ર ખાતે ડીલીવરી કરાવવા સમજાવેલ, ત્યારબાદ તેઓ તારીખ ૧૧/૦૬/૨૦૨૪ નાં રોજ બપોરે ૦૧.૪૬ વાગે આવેલ જ્યાં તેમની નોર્મલ ડીલીવરી ૦૩.૩૬ વાગે કરવામાં આવેલ.
પરંતુ ડીલીવરી બાદ બાળક તરત રડેલ નહિ તેમજ શ્વાસ લેતું ના હોઈ અત્રે નાં પ્રા.આ.કેન્દ્ર તુરખાના મેડીકલ ઓફિસર ડો. આશિષ વેદાણી સાહેબ અને ડો રાધેશ ધ્રાંગધરિયા સાહેબ નાં માર્ગદર્શનમાં સ્ટાફ નર્સ વનરાજભાઈ રંગપરા અને નજમાબાનું શેખ તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વિણાબેન
ગોહિલ અને ફિમેલ હેલ્થ વર્કર બીનાબેન સોલંકી તેમજ વોર્ડ આયા મનીષાબેન બાવળિયા દ્વારા બાળકને તાત્કાલિક CPR તેમજ મો વાટે કુત્રિમ શ્વાસ આપીને ભારે જહેમત ઉપાડી ને ૨૦ મિનિટ ની સખત મહેનત બાદ બાળકનું રુદન તથા શ્વાસોશ્વાસ શરુ થયેલ ત્યાર બાદ બાળક ને માતાનું ધાવણ અને કાંગારું મધર કેર આપીને જન્મ સમય નું રસીકરણ કરીને તાત્કાલિક પ્રા.આ.કેન્દ્ર ની એમ્બ્યુલન્સ માં ડ્રાયવર વનરાજભાઈ મોરી સાથે સ્ટાફ નર્સ નજમાબાનું શેખ, ફિમેલ હેલ્થ વર્કર બીનાબેન સોલંકી અને આશા વર્કર ભાનુબેન ગોહિલ સાથે જઈને બાળ રોગ નિષ્ણાંતની તપાસ અર્થે લઈ જવામાં આવ્યા, જ્યાં બાળક ને PMJAY કાર્ડ હેઠળ બાળસખા યોજના હેઠળ દાખલ કરવામાં આવેલ જ્યાં બાળક હાલ સ્વસ્થ હોઈ બાળ રોગ નિષ્ણાંત ની દેખરેખ હેઠળ રાખવામાં આવેલ. અત્રે ની કચેરી એ ઉપર મુજબ ની સારવાર આપીને બાળમરણ અટકાવી ઉતમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, તેમજ દર્દીના સગા દ્વારા આ પ્રયત્ન માં સારો સહયોગ પૂરો પાડવામાં આવેલ, તેમજ સ્ટાફની ઉમદા કામગીરી ને બિરદાવવામાં આવેલ. બાળક હાલ સ્વસ્થ હોઈ પ્રા,આ,કેન્દ્ર તુરખા નો સમગ્ર સ્ટાફ અત્યંત હર્ષ ની લાગણી અનુભવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.