ધંધુકામાં મુખ્યમંત્રીએ રૂપિયા 246 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત સમારોહ યોજાયો. - At This Time

ધંધુકામાં મુખ્યમંત્રીએ રૂપિયા 246 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત સમારોહ યોજાયો.


ધંધુકામાં મુખ્યમંત્રીએ રૂપિયા 246 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત સમારોહ યોજાયો.

માર્ગ અને મકાન વિભાગ, પહ્મશ્રી જોરાવરસિંહ મ્યુઝિયમ, રોડ, રસ્તાઓ, પાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળ , 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ અધતન હોસ્પિટલ તેમજ ધોલેરામાં ઉધોગોનું નવીનીકરણ વગેરેના રૂપિયા 246 કરોડના વિકાસના કામોને વેગ મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધંધુકા ભાલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં આકરું ખાતે લોકકલાનું સાહિત્ય સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરે રૂપિયા 246 કરોડના ખર્ચે વિભાગના વિવિધ કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, અમદાવાદ જિલ્લાના પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, તથા ધંધુકા વિધાનસભા લના ધારાસભ્ય કાળુભાઇ ડાભી તેમજ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને તાલુકાના અધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.