રાજકોટ શાપર વેરાવળ ચાલુ વીજ લાઈન પર પતંગ લેવા જતા ૧૧ વર્ષના તરૂણને શોટ લાગતા ભડથું થઈ ગયો હતો - At This Time

રાજકોટ શાપર વેરાવળ ચાલુ વીજ લાઈન પર પતંગ લેવા જતા ૧૧ વર્ષના તરૂણને શોટ લાગતા ભડથું થઈ ગયો હતો


શાપરમાં ૧૧ વર્ષનો તરૂણ ધાબા પરથી ચાલુ વિજ લાઈન પર અટવાયેલી પતંગ લેવા હાથ નાખતા વિજશોક લાગતા ભડથું થઈ ગયો હતો.
બનાવ અંગે લોકોના ટોળા એકઠા થયા હતા. અને ઘટનાની પોલીસને જાણ કરતા શાપર પોલીસ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ પશ્વિમ બંગાળના અલીપુરનો વતની પુષ્પવીર શુભાષભાઈ શર્મા ઉં.૧૧ વર્ષ નામનો તરૂણ ધાબા પરથી ઈલેકિટ્રક સબ સ્ટેશનના વીજ પોલ પર પતંગ લેવા જતા જ વિજ શોક લાગવાથી ભડથું થઈ નીચે પટકાયો હતો. બનાવ અંગે લોકોના ટોળા એકઠા થયા હતા. અને ઘટનાની પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકના જમાદાર મુકેશ ચૌહાણ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ૧૦ દિવસ પુર્વે શાપર આવ્યો હતો.અને માનસિક અસ્થિર હતો.તેના માતા-પિતા ન હોવાથી મામા સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે
પોલીસે મૃતદેહને પીએમ અર્થે શાપર હોસ્પીટલ ખસેડી તપાસ હાથ ધરી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.