જસદણ સુરત સ્લીપર લકઝરી એસટી બસ સેવાનો પ્રારંભ
જસદણ સુરત સ્લીપર લકઝરી એસટી બસ સેવાનો પ્રારંભ
જસદણ એસ ટી ડેપો દ્વારા જસદણ થી સુરત સ્લીપર લક્ઝરી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમા જ એસટી નિગમને 150 થી વધુ બસો ફાળવવામાં આવેલ છે. જેમાં જસદણ ખાતે ફાળવેલ બસ ને મુસાફરો નો ટ્રાફિક જોતા ડેપો મેનેજર પી. યું. મીર દ્વારા સુરત રૂટ પર દોડાવવાનો નિર્ણય લેતા ૐ શાંતિ સંસ્થા દ્વારા પૂજન વિધિ કરીને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ બસ જસદણ થી સાંજે 18.30 ઉપડી વાયા પાળીયાદ રાણપુર ધંધુકા ખેડા નડિયાદ , વડોદરા થઈને સુરત જશે અને સુરત જસદણ સુરત થી રાત્રે 21.45 ઉપડી અંકલેશ્વર વડોદરા તારાપુર ધંધુકા પાળીયાદ થઈ પરત ફરશે. આ તકે ડેપો મૅનેજર પી. યુ. મીર , નગરપાલિકા સદસ્યના પ્રતિનિધિ , માનીય ત્રણેય યુનિયન ના આગેવાનો કર્મચારી મંડળ દિલીપભાઈ ડી ગીડા મંજુર માંહાજન ના ભરતભાઈ તેરયા અને ભારતીય મજદુર સંઘ ના અનવરભાઈ પઠાણ સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.