ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બે વર્ષ જુના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ - At This Time

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બે વર્ષ જુના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ


ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બે વર્ષ જુના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીજન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ તથા આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ વાદળી રંગની નંબર વગરની એક્ટીવા લઇને હસનનગરથી મહેતાપુરા તરફ આવે છે જે હકીકત આધારે મહેતાપુરા નદીના ઢાળ પાસે વોચમા ઉભા રહેલ તે દરમ્યાન બાતમી હકીકતવાળો એક ઇસમ નંબર પ્લેટ વગરની વાદળી રંગની એક્ટીવા લઇને આવતા તેને રોકી સદરી ઇસમનુ નામ ઠામ પુછતા મોહમદશાહરુખ મોહમદભાઇ અબ્દુલભાઇ શેખ ઉવ.૨૭ રહે,બ્લોક-ડી રૂમ.નં.૧૨,હસનનગર આવાસ યોજનાના મકાનમાં, હિંમતનગર જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવતો હોય જેની પાસેની નંબર વગરની એકટીવા જોતા જેનો ચેચીસ નંબર ME4JF505EGU138453 तथा अन्न नंजर JF50EU3138417 नो जेल ७.४ ओड्टीपाना એન્જીન ચેચીસ નંબર પોકેટકોપ,ઇ-ગુજકોપમા સર્ચ કરતા એકટીવાનો રજી.નંબર GJ.09.CS.6150નો જણાઇ આવેલ જે બાબતે ખેડબ્રહ્મા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૮૨૨૧૦૯૬/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો નોધાયેલ હોય જેથી એકટીવાની કિં.રુ.૨૫,૦૦૦/-ની ગણી તપાસ અર્થે કબજે લઈ આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે આમ,ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના બે વર્ષ જુના વાહન ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.

રીકવર કરેલ મુદ્દામાલ –

(૧) હોન્ડા એક્ટીવા જેનો રજી.નં.GJ.09.CS.6150 કિ.રૂ.૨૫,૦૦૦/-

કામગીરી કરનાર અધીકારી કર્મચારી

(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર

(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ

(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ

(૪) અ.હેડ.કોન્સ રાકેશકુમાર વિનુભાઇ (૫) આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહ

(૬) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ

(૭) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ

(૮) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ

(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર બી ડીવી પો.સ્ટે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.