જાદર ખાતે મુધણેશ્વર દાદાનો ત્રિદિવસીય મેળાનો પ્રારંભ
જાદર ખાતે મુધણેશ્વર દાદાનો ત્રિદિવસીય મેળાનો પ્રારંભ
ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા મેળાની મુલાકાત લીધી
ઈડરનાં જાદર ગામમાં મુધણેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મેળાની મુલાકાત લીધી હતી આ મેળામાં આયોજકો દ્વારા સૌપ્રથમવાર સ્વચ્છતા માટે શૌચાલયો,સીસીટીવી કેમેરા,તાલુકામાં વધારાની બસની સુવિધા શરૂ કરાઈ છે
જાદર ડેભોલ નદીના પટની બાજુમાં ભાદરવા માસના બીજા સોમવારે મેળો ભરાય છે અને આ મેળામાં સાપ અને ઝેરી જાનવરનું ઝેર ઉતારે છે મેળામાં તંત્ર દ્વારા દુકાનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રમકડાં,નાસ્તાના સ્ટોલ,કટલરીની દુકાનો,ઠંડા પીણાના જેવા વગેરે સ્ટોલની દુકાનો તે સિવાય મેળામાં ચકડોળ,વિવિધ પ્રકારની રાઈડોનો લોકો મજા માણશે પંચાયત કાર્યાલય,પોલીસ ચોકી,પ્રાથમિક સારવાર માટે આરોગ્ય વિભાગનો સ્ટોલ,ઈમરજન્સી સારવાર માટે ૧૦૮ની સેવા,ફાયર બ્રિગેડની સેવા વગેરે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં મેદાનમાં સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા શૌચાલય પણ બનાવવામાં આવ્યા છે
ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની ઠેરઠેર પરબનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મેળામાં ઠેરઠેર સુરક્ષાને લગતા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આસપાસના ગામોમાંથી આવતા મુસાફરો માટે એસ.ટી.બસની પણ સેવા શરૂ કરવામાં આવી છે નોધનીય છે કે ત્રણ દિવસે મેળા અંતર્ગત ગ્રામ પંચાયત જાદર દ્વારા જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ,તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ પટેલ,અશ્વિનભાઈ પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય વસંતભાઈ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ત્રણ દિવસીય મેળાના આયોજન બદલ ગામના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.