કુદરતી ખેતી તરફ કિસાનો નો લગાવ સાબરકાંઠા જીલ્લામાં ખરીફ ખેતી માટે છાણીયા ખાતરની માંગમાં મોટો ઉછાળો - At This Time

કુદરતી ખેતી તરફ કિસાનો નો લગાવ સાબરકાંઠા જીલ્લામાં ખરીફ ખેતી માટે છાણીયા ખાતરની માંગમાં મોટો ઉછાળો


(રીપોર્ટર સદ્દામ મનસુરી)
રાજ્ય સરકાર દ્વારા જમીન રાસાયણિક ખાતરોથી કસ વગરની થઈ રહી છે એને ફળદ્રુપતા જાળવી રાખવા માટે કુદરતી ખેતી ઉપર ભાર મૂક્યો છે. ત્યારે છેલ્લા ૩- ૪ વર્ષથી ચલાવવામાં આવેલું અભિયાન હવે પાટા ઉપર આવતું જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા, અરવલ્લીમાં આગામી ખેતી માટે છાણીયા ખાતરની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે.હાલમા  ટ્રેક્ટર દીઠ રુ ૨૨૦૦ થી ૨૫૦૦નો ભાવ બોલાઈ રહ્યો છે જે ગયા વર્ષ કરતાં ૫૦૦નો સરેરાશ વધારો જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.