કમિશનર અને સ્થાયી સમિતિએ સાથે મળીને ઝીંક્યો બમણો પાણીવેરો, ઈતિહાસનો સૌથી મોટો કરબોજ - At This Time

કમિશનર અને સ્થાયી સમિતિએ સાથે મળીને ઝીંક્યો બમણો પાણીવેરો, ઈતિહાસનો સૌથી મોટો કરબોજ


કમિશનરે વેરા વધારાનો બાઉન્સર નાખ્યો છતાં ભુવન (પુષ્કર પટેલ) ક્લિન બોલ્ડ, રાજકોટીયન્સ ડબલ પાણીવેરો ભરવા દોડતા રહેશે

વેરાબોજ 60થી ઘટાડી 40 કરોડ કર્યો, નવી યોજના ઉમેરી બજેટનું કદ 50 કરોડ વધારી 2637 કરોડ કર્યુ, આવક બતાવવા FSIના 140 કરોડના અંદાજમાં 100 કરોડ ઉમેર્યા!

મ્યુનિસિપલ કમિશનરે આપેલા સૂચિત બજેટમાં ફેરફાર કરીને 2637.80 કરોડ એટલે કે 50.93 કરોડના વધારા સાથ સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલે રજુ કર્યુ છે. કમિશનરે 100 કરોડનો કરબોજ સૂચવ્યો હતોે. સ્થાયી સમિતિએ તે પૈકી 40 કરોડ મંજૂર કરી દીધો છે અને ત્રણગણા પાણીવેરોને બદલે બમણો 1500 રૂપિયા કર્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં મિલકતવેરાનો વધારો રહેણાક માટે નામંજૂર કર્યાનો દાવો કર્યો છે પણ પાછલા બારણે સ્લેબમાં ફેરફાર કરીને જૂના પ્રોપર્ટીધારકોને વધુ વેરો ભરવો પડે તેવી સ્થિતિ કરી દીધી છે. ગાર્બેજ કલેક્શન ટેક્સમાં રહેણાકને બદલે કોમર્શિયલમાં વધારો કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.