મિશન ગ્રીન બોટાદ દ્વારા હિરેન સ્મૃતિ વનમાં 600 + વૃક્ષોનું રોપણ કરાયું
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
અ. નિ. હિરેન ભાઈ વલ્લભભાઇ મોરડીયા ના સ્વર્ગવાસ બાદ આજે તા.30/7/24 ના રોજ ઉત્તરક્રિયા નિમિતે 30 જાત ના દેશી કુળ ના 600 +વૃક્ષો નું નાનકડું હિરેન સ્મૃતિ વન નું નિર્માણ કરી કાયમી યાદ માટે વૃક્ષરૂપી શ્રદ્ધાંજલિ આપવા હિરેનભાઈ ના મિત્ર મંડળ બોટાદ /સુરત દ્વારા એક સરાહનીય નિર્ણય કરવામાં આવેલ. જે અંતર્ગત મનોદિવ્યાંગ સંસ્થા આસ્થા સેન્ટર તથા મન મંદિર શાળા ના વિદ્યાર્થીઓ ના વરદ હસ્તે સામુહિક વૃક્ષારોપણ કરાયું. મન મંદિર શાળા ના 400 વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવો.. પર્યાવરણ બચાઓ અંતર્ગત શહેર માં જન જાગૃતિ રેલી કાઢી સ્થળ પર આવેલ. આ પ્રસંગે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના વિનમ્ર સેવા સ્વામીજી, પ્રિય વર્તન સ્વામીજી, જાયન્ટ્સ સંસ્થાના ગ્રીન મેન સી.એલ.ભીકડીયા, લાલજીભાઈ કળથીયા, મિશન ગ્રીન બોટાદના હરીભાઈ કળથીયા, જયેશભાઇ મોરડીયા, પ્રતિક ભાઈ કળથીયા રજનીભાઇ કળથીયા, નિરવભાઈ મેખિયા, પ્રકાશભાઈ ગોપાણી, મનમંદિર શાળાના આચાર્ય રમેશભાઇ તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી વૃક્ષ રૂપી શ્રધાંજલિ આપવામાં આવી. આ હિરેન સ્મૃતિ વન ના સંપૂર્ણ જતન ની કામગીરી મિશન ગ્રીન બોટાદ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.