મંગેતરની માફી માંગી નિકાહના થોડા દિવસો પહેલા જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

મંગેતરની માફી માંગી નિકાહના થોડા દિવસો પહેલા જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત


જંગલેશ્વર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા યુવાને નિકાહના થોડા દિવસો પહેલા જ ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, જંગલેશ્વરમાં આવેલી અંકુર સોસાયટી શેરી -1માં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અફઝલભાઈ હારુનભાઈ સુમરા નામના 28 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના ભક્તિનગર પોલીસ ચોપડે નોંધાતા પોલીસમેન મયુરસિંહ જાડેજા અને નિલેશભાઈ ચાવડા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મૃતક અફઝલ સુમરાના ટૂંક સમયમાં જ નિકાહ હોય અને તેની તૈયારીઓ ચાલતી હોય તે દરમિયાન યુવાને સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. આ સુસાઇડ નોટમાં તેણે પરિવારજનો અને મંગેતરની માફી માગી હતી અને ચિંતા ના કરવા માટે જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આપઘાત પાછળનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.