રાભડા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રંગારંગ કાર્યક્રમ માન. પ્રાંત અધિકારી શ્રી લાઠી ના અધ્યક્ષસ્થાને યોજાયો - At This Time

રાભડા પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રંગારંગ કાર્યક્રમ માન. પ્રાંત અધિકારી શ્રી લાઠી ના અધ્યક્ષસ્થાને યોજાયો


દામનગર ના રાભડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રંગારંગ કાર્યક્રમ માન. પ્રાંત અધિકારી શ્રી લાઠી ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આંગણવાડી તથા ધોરણ ૧ માં પ્રવેશ પ્રાપ્ત બાળકોને શેક્ષણિક કીટ આપીને તેમનો વિધિવત પ્રવેશોત્સવ ઉજવાયો હતો.શેક્ષણિક કીટ ના દાતા રાભડા સરપંચ શ્રી ભરાતસિંહજી ગોહિલ તથા ડો.પ્રવીણભાઈ અમરેલીયા તથા ૬ નંગ ગ્રીન બોર્ડ ના દાતા ડાયાદાદા મેરુલિયા નું સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકો દ્વારા ઉજવાયેલ ભવ્ય કાર્યક્રમ અને શાળા પરિસરની ભવ્ય પ્રાકૃતિક સુંદરતા માટે માન. પ્રાંત અધિકારી સાહેબ,બી.આર. સી સલીમભાઈ લોહિયા,લાયજન અધિકારી શ્રી દીપ્તિબેન જોશી,દીપકભાઈ બી. આર.પી તથા એસ એમ સી અધ્યક્ષ અને સમગ્ર વાલીઓ દ્વારા શાળાના આચાર્ય જયેશભાઇ વિસાવળીયા,શિક્ષકો મીનાબેન,ધાર્મિસ્થાબેન,જાગૃતિબેન,મહેશભાઈ,સનીલભાઈ તથા વિધાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.