*કિ.રૂ.૨,૬૫,૦૦૦/-ના ચોરી થયેલ મોટર સાયકલ નંગ-૧૧ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.શ્રી તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
આજરોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મિલકત સબંધી તેમજ અનડિટેક્ટ ગુન્હાઓના શકદારોની તપાસમાં સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સિહોર,ભાંગના કારખાના પાછળ રહેતા બે માણસો સિલ્વર કલરના પટાવાળા નંબર પ્લેટ વગરના હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલમાં શિહોર થી ભાવનગર તરફ જઇ રહ્યા છે. તેઓની પાસે રહેલ મોટર સાયકલ તેઓએ ચોરીથી અથવા છળકપટથી મેળવેલ છે.જે બાતમી આધારે રાજકોટ ભાવનગર હાઇ-વે રોડ ઉપર શિહોર પાસે ખાખરીયા ગામની ચોકડી પાસે વોચમાં રહેતાં નીચે મુજબના બંને માણસો નીચે મુજબના મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેઓ પાસે આધાર-પુરાવા ન હોય. આ મોટર સાયકલ શંકાસ્પદ મિલ્કત તરીકે તપાસ અર્થે કબ્જે કરેલ.તેઓ બંનેની આ મોટર સાયકલ બાબતે પુછપરછ કરતાં નીચે મુજબના ઇસમ નં.૧નાએ આ મોટર સાયકલ આજથી આશરે વીસ કે બાવીસ દિવસ પહેલા ભાવનગર શહેર,રેલ્વે પરા, રેલ્વે સ્ટેશન પાસે આવેલ શંકરદાદાના મંદિરની સામેથી ચોરી કરેલ હોવાનું અને બંને જણા આ મોટર સાયકલ ભંગારીને વેચવા જતાં હોવાની કબુલાત કરેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી સિહોર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની વધુ પુછપરછ કરતાં તેઓ બંનેએ મળીને છેલ્લાં દોઢથી બે વર્ષમાં ભાવનગર શહેર, શિહોર અને ઉમરાળા પોલીસ સ્ટેશન હેઠળના અલગ-અલગ વિસ્તારોમાં નીચે મુજબનાં મોટર સાયકલોની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે મોટર સાયકલ નંગ-૧૦ તેઓના રહેંણાંક મકાનેથી કબ્જે કરી આગળની વધુ તપાસ થવા માટે તેઓ બંનેને સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
*પકડાયેલ ઇસમઃ-*
1. જેનેષ ઉર્ફ હાર્દિકભાઇ ધીરૂભાઇ દલસાણીયા ઉ.વ.૨૩ ધંધો-હિરા ઘસવાનો
2. લખમણ ઉર્ફ લખો છનાભાઇ દલસાણીયા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાયવીંગ રહે.વાલાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી, ભાંગના કારખાના પાછળ,રાજીવનગર, સિહોર જી.ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. સીલ્વર કલરના પટાવાળું ચેસીઝ નંબર સંપૂર્ણ રીતે ઘસી નાખેલ તથા એન્જીન નંબર-HA10EJEHK11156 વાળું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-
2. સીલ્વર કલરનું બ્લ્યુ પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર ઘસી નાખેલ તથા એન્જીન નંબર-HA10EJEHC10542 વાળું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલ કિ.રૂ.૨0,૦૦૦/-
3. કાળા કલરનું લાલ-ભુરા પટ્ટાવાળુ નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર ઘસી નાખેલ તથા એન્જીન નંબર-HA10EJDHG06702વાળુ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/-
4. કાળા કલરનું બ્લેક સીલ્વર પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10AMDHA10830 તથા એન્જીન નંબર-HA10EJDHA31418વાળુ હિરો સ્પલેન્ડર + મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
5. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10AMDHJ45494 તથા એન્જીન નંબર-HA10EJOHJ09553વાળું હિરો સ્પલેન્ડર + ડ્રમ મોટર સાયકલ કિ.રૂ.૨૫,૦૦૦/-
6. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર- MBLHA10BFFHJ01559 તથા એન્જીન નંબર- HA10ERFHJ01648વાળું સ્પલેન્ડર + ડ્રમ મોટર સાયકલકિ.રૂ.૨૦,૦૦૦/-
7. સીલ્વર કાળા કલરનું પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10ASCHM16590 તથા એન્જીન નંબર-HA10ELCHM41649વાળું સ્પલેન્ડર + મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
8. સીલ્વર કલરનું કાળા પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10AMDHK26245 તથા એન્જીન નંબર-HA10EJDHK01384વાળુ હિરો સ્પલેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-
9. કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર ઘસી નાખેલ તથા એન્જીન નંબર-HA10EJEAC56442વાળું હિરો સ્પલેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-
10. કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળું નંબર પ્લેટ વગરનું ચેસીઝ નંબર-MBLHA10CGGHG46948 તથા એન્જીન નંબર- HA10ERGH44429વાળું હિરો સ્પલેન્ડર મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
11. કાળા કલરનું સિલ્વર પટ્ટાવાળું ચેસીઝ નંબર ઘસી નાખેલ તથા એન્જીન નંબર-HA10EJEAC56442 વાળું હિરો સ્પલેન્ડર + મોટર સાયકલ કિ.રૂ.૩૫,૦૦૦/-મળી *કુલ રૂ.૨,૬૫,૦૦૦/-નો મુદ્દામાલ*
આ મોટર સાયકલોના ચેસીઝ નંબર અને એન્જીન નંબર આધારે *ઇ-ગુજકોપ પોકેટ કોપ, એકલવ્ય તથા પરિવહન વિભાગની એપ્લીકેશનમાં સર્ચ કરતાં* કુલ-૦૭ મોટર સાયકલનાં અસલ રજી.નંબર તથા માલિકની માહિતી મળી આવેલ.
*શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-*
1. ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૧૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
2. ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૯૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
3. ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૭૬૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
4. ભાવનગર શહેર,બોરતળાવ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૫૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
5. ભાવનગર શહેર,નિલમબાગ, પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૬૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
6. ભાવનગર શહેર,નિલમબાગ, પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૬૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
7. ભાવનગર,શિહોર, પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૧૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
8. ભાવનગર,શિહોર, પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૧૧૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
9. ભાવનગર,ઉમરાળા, પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૪૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
*આ બંને માણસોએ ઉપરોકત ગુન્હાઓ સિવાયની બે મોટર સાયકલ પૈકી એક શિહોર પાતરા રોલીંગ મીલ્ પાસેથી તથા બીજી ભાવનગર શહેર,સર ટી હોસ્પીટલ, ટ્રોમા સેન્ટર પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.*
*ગુન્હાની એમ.ઓઃ-*
આ બંને માણસો પાર્ક કરેલ મોટર સાયકલોના લોક તોડી વાયરીંગ ખોલી ગાડીને ડાયરેકટ કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.શ્રી તથા દિપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલવા,હિરેનભાઇ સોલંકી, અરવિંદભાઇ મકવાણા, નીતિનભાઇ ખટાણા, પ્રગ્નેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.