આપત્તી સમયે શ્રેષ્ઠ કામ કરનારનું પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા સન્માન
પાટણ
અનિલ રામાનુજ પાટણ
આપત્તી સમયે શ્રેષ્ઠ કામ કરનારનું પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા સન્માન
શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રશસ્તિ૫ત્રથી સન્માનિત કરાયા
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા તાત્કાલિક રેસ્કયુના પ્રસંગોમાં કામગીરી કરનાર ટીમ ઉપરાંત તેમના સદસ્યોને પ્રશસ્તિ૫ત્રથી સન્માનિત કરવામાં હતા. ચોમાસુ – ર૦ર૪ અંતર્ગત જિલ્લા આ૫તિ વ્યવસ્થા૫ન કેન્દ્ર પાટણના સંકલનમાં રહીને ભારે વરસાદના સમયે નિચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક રેસ્કયુ કરવાના પ્રસંગો ઉપસ્થિત થતા હોય છે. જિલ્લામાં નદી, કેનાલ, તળાવ વગેરે જગ્યા ઉપર પાણીના બચાવના કોલ આવતા હોય છે. જેને લઇને જિલ્લાની ફાયર બ્રિગેડ ટીમ (સ્ટેશન ફાયર ઓફિસર, વાયરલેસ ઓફિસર, ફાયરમેન કમ ડ્રાઇવર તથા લિડિંગ ફાયરમેન તથા ડ્રાઇવર કમ પંપ ઓપરેટર) તથા તાલીમબઘ્ઘ તરવૈયાઓએ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
પાટણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના અધિકારી સ્નેહલભાઈ મોદી અને તેમની ફાયર બ્રિગેડ ટીમ, સિદ્ધપુર તાલુકાના તાલીમબઘ્ઘ તરવૈયાઓએ ડુબતા વ્યકિતઓને જીવિત બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી અને તેઓને હોસ્પિટલાઈઝ કરવામાં મદદરૂપ બન્યા હતા. આવી સરાહનીય કાર્ય બદલ જિલ્લાના કલેકટર અરવિંદ વિજયન દ્વારા ટીમને પ્રશસ્તિ૫ત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટનના અધિકારી - કર્મચારીઓ, ફાયર ઓફીસર, સ્વયંસેવી તરવૈયાઓ, ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.