માછીમારીની સમસ્યાઓ તથા પ્રશ્નોની જાણકારી માટે કલેક્ટરશ્રીએ દરિયાઈ બોટની રૂબરૂ મુલાકાત લીધી* - At This Time

માછીમારીની સમસ્યાઓ તથા પ્રશ્નોની જાણકારી માટે કલેક્ટરશ્રીએ દરિયાઈ બોટની રૂબરૂ મુલાકાત લીધી*


*માછીમારીની સમસ્યાઓ તથા પ્રશ્નોની જાણકારી માટે કલેક્ટરશ્રીએ દરિયાઈ બોટની રૂબરૂ મુલાકાત લીધી*
-------
*દરિયાઈ સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું*
---------
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે માછીમારોની કામગીરી અને તેમાં પડતી મુશ્કેલીઓ તથા સમસ્યાઓની જાણકારી માટે દરિયાઈ બોટોની મુલાકાત લીધી હતી.

કલેકટરશ્રીએ તેમની આ મુલાકાત દરમિયાન માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ શ્રી તુલસીભાઈ ગોહેલ, માછીમાર આગેવાનો અને સમાજના પટેલ શ્રી દામજીભાઈ ફોફંડી સાથે માછીમારોના પ્રશ્નો અને માછીમારી કઈ રીતે થાય છે. તેની જાણકારી મેળવી માછીમારી પ્રવૃત્તિઓની પ્રત્યક્ષ જાણકારી મેળવવા માટે દરિયાઈ બોટમાં જઈને દરિયાઈ સુરક્ષા સંદર્ભે જરૂરી જાણકારી મેળવી હતી.

કલેક્ટરશ્રીએ માછીમારો માછીમારી કરવા જતાં પહેલાં માછીમારો કઈ તૈયારીઓ કરે છે. કેટલો બરફ, ડિઝલ અને રાશન પાણી સાથે તેઓ દરિયામાં જાય છે વગેરે વિશેની જાણકારી તેમણે માછીમાર સમાજના આગેવાનો પાસેથી મેળવી હતી.

કલેકટરશ્રીએ આ મુલાકાત દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મોટા પાયા પર દરિયાકિનારો આવેલો હોવાથી જિલ્લાની સરહદો સુરક્ષિત રહે તે માટે માછીમારોને દરિયાઈ સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
-------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.