ગઢડાના હરીપર ગામે જુગાર રમતા 4 શકુની રંગેહાથ ઝડપાયા - At This Time

ગઢડાના હરીપર ગામે જુગાર રમતા 4 શકુની રંગેહાથ ઝડપાયા


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ)
બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા ના હરીપર ગામ માં ગઢડા પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન પૂર્વ બાતમી ના આધારે જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા અને જુગાર ધારા ની કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગત 10/06/2024 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. ગઢડા પોલીસના, કુલદીપસિંહ ગોહિલ, જીતેશભાઇ ગઢવી, પ્રહલાદભાઈ બાવળીયા, પોલીસ દ્વારા હરીપર ગામે પ્લોટ વિસ્તારમાં વિશાલભાઈ ઝાપડિયાના રહેણાક મકાન પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં 4 શખ્સો ગજી પત્તા ના પાના વડે હાર જીત જુગાર રમતા, વિશાલભાઈ પ્રાગજીભાઈ ઝપડિયા રહે. હમાપર, રણજીતભાઈ રણછોડભાઈ ડેકાણી રહે.ગઢડા, રણજીતભાઈ ભૂપતભાઈ ગોવલિયા રહે.ગઢડા, ભરતભાઈ કરમશિભાઈ પરમાર રહે.ગઢડા, અને રોકડ રૂપિયા 10,240 સાથે ઝડપાયા હતા. ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ગઢડા પોલીસ સ્ટેશન ના કુલદીપસિંહ ગોહિલએ જુગાર ધારા ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા આગળ ની તપાસ ગઢડા પોલીસ સ્ટેશનના ASI ભગીરથસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.