રાજુલા કોર્ટ માં કુલ રૂ. ૧૨. ૬૩ લાખ નાં અલગ અલગ ચાર ચેક રિટર્ન કેસો આરોપીઓનો નિર્દોષ છુટકારો - At This Time

રાજુલા કોર્ટ માં કુલ રૂ. ૧૨. ૬૩ લાખ નાં અલગ અલગ ચાર ચેક રિટર્ન કેસો આરોપીઓનો નિર્દોષ છુટકારો


રાજુલા કોર્ટ માં કુલ રૂ. ૧૨. ૬૩ લાખ નાં અલગ અલગ ચાર ચેક રિટર્ન કેસો આરોપીઓનો નિર્દોષ છુટકારો

આરોપી તરીકે વકીલ ભાવેશ આર‌ સિંધવ અને અજય. બી. શિયાળ ની દલીલો ગ્રાહ્ય રાખી.

તા. ૧૨ રાજુલા
અલગ અલગ ૪ ચેક રિટર્ન કેસોમાં રાજુલા કોર્ટમાંથી આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. કેસ વિગતે જાઈએ તો વર્ષ ર૦૧૬ માં રાજ માર્કેટિંગ પેઢીમાં ફરિયાદી અને આરોપીઓ ભાગીદાર હતા જેથી ફરિયાદી ડ્રો નાં ઈનામો પેટે રૂ. ૪૩૧૦૦૦/- તથા રૂ. ૪૦૦૦૦૦/- તથા રૂ. ૧,૦૫,૦૦૦/- તથા રૂ. ૩,૨૭,૦૦૦/- આમ કુલ રૂ. ૧૨,૬૩,૦૦૦/- ની રકમ અલગ અલગ ચાર ચેક થી વસુલવા માટે આરોપીઓનાં ચેકો બેંકમાં જમા કરાવતા. જે ચેકો બાઉન્સ થતા ફરિયાદીએ રાજુલા કોર્ટમાં નેગો. એકટ ૧૩૮ તથા ૧૪૨ મુજબ કેસ કર્યો હતો. જેનાં પક્ષમાં આરોપીએ બચાવ રજૂ કરતા જણાવ્યું હતું કે કોરા ચેકનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે. તથા આવી કોઈ રકમ વસુલાત કરવા માટે ફરીયાદી હકકદાર નથી જે કેસ ચાલી જતા અને બચાવપક્ષના વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં લઈ અને ફરિયાદી આ નાણાં વસૂલવા હકકદાર છે કે નહીં તે ખુલાસો ન કરી શકતા અને પોતાનાં આરોપ સાબિત નહિ કરી શકતા નામદાર કોર્ટ દ્વારા આરોપી રાજ માર્કેટિંગ નાં આરોપીઓને નિર્દોષ ઠરાવી આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. બચાવપક્ષે વકીલ ભાવેશ આર‌. સિંધવ તથા અજય બી. શિયાળ રોકાયેલા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.