ડભોઇ કોટ વિસ્તારમાં આવેલ મટનની ૬-જેટલી શોપ સામે ડભોઇ નગરપાલિકા દ્વારા કાર્યવાહી
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ
ડભોઇ કોટ વિસ્તારમાં ધમધમતી મટન અને ચિકનની શોપ અને કેબીનો ઉપર નગર પાલિકા તંત્ર - ફ્રૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સપાટો બોલાવીને ૬ જેટલી દુકાનોને નોટિસ બજવી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આજરોજ આ દુકાનોને બંધ કરાવી હતી. ત્યારે સ્થાનિક રહીશો અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. નગરપાલિકાના સૂત્રોએ જણાવેલી વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર વિવિધ મટન શોપમાં યોગ્ય સાફ સફાઈ સહિતની આવશ્યકતા અને જુદા જુદા કારણો અંગે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા આદેશ કર્યો હતો.
આ અંગે ડભોઇ નગરપાલિકાના કમૅચારીઓ અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કમૅચારીઓની ટીમે ડભોઇ નગરમાં આવેલ આવી મટન શોપો સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેને બંધ કરવાની કામગીરી કરી કડક પગલાં ભર્યા હતાં.
નગરમાં આવેલી કેટલીક મટન અને ચિકનની શોપ-કેબીનો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી કાર્યવાહી કરી હતી. જેમાં કેટલીક મટન-ચિકન શોપ - કેબીનોમાં યોગ્ય ધારા ધોરણો અને સાફ-સફાઈના યોગ્ય નીતિ નિયમોનું પાલન ન કરાતાં તેમજ જરૂરી સ્વચ્છતા નહીં રાખતી હોવાની જાણ પાલિકા તંત્રને થતાં નગરપાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે તપાસ આદરી હતી. જેમાં કેટલાક નીતિ નિયમોનું ઉલ્લંઘન અને યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાનું તપાસ પાલિકાની ટીમને નજરે ચડ્યું હતું. જ્યારે કેટલીક મટન-ચિકનની શોપ-કેબીનોમાં યોગ્ય નીતિ નિયમો અનુસાર નહીં હોવાની પણ માહિતી મળી હતી. જેથી પાલિકાનાની ટીમે સાથે મળીને કુલ ૬ જેટલી આવી શોપ-કેબીનો તાત્કાલિક અસરથી બંધ કરાવી હતી.
આ અંગે પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ તમામ પૈકીની કેટલીક મટન શોપમાં હાઇકોર્ટના આદેશ મુજબની સાફ સફાઈનો અભાવ હતો તથા ક્યાંક મટન ચિકન શોપમાં લાયસન્સ દેખાય તેવી રીતે લગાવામાં આવ્યા ન હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.