બોટાદ ના મોતીવીરજી ની શેરી માં ગટર ના ગંદા પાણી થી રહીશો ત્રાહિમામ - At This Time

બોટાદ ના મોતીવીરજી ની શેરી માં ગટર ના ગંદા પાણી થી રહીશો ત્રાહિમામ


પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ બોટાદ

બોટાદ નગરપાલિકા દ્વારા હાલ નગરજનો માથે પાણી, ગટર, લાઈટ, સફાઈ વેરો બમણો વધારો કર્યો છે પણ સુવિધા આપવામા આંખ આડ કાન કરી રહ્યું છે શહેર ના શિવાલય મંદિર પાસે આવેલા મોતી વીરજી ની શેરી ખાતે રહેતા રહીશો નો વર્ષો જૂનો એકજ પ્રશન ગટર ના ગંદા પાણી રોડ પર ફરી વળે છે આ ગંદા ગટર ના પાણી શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી પહોંચે છે આ ગટર ના પાણી એટલું બંધુ દુર્ગંધ મારતું હોય છે ત્યા થી પસાર થતા લોકો ને મોં પર રૂમાલ રાખી પસાર થવું પડે છે આ ગટર પાણી બાબતે રહીશો એ નગરપાલિકા માં લેખિત અને મૌખિક વારંવાર રજુઆત કરવા છતાં ઝાડી ચામડી ના અધિકારીઓ ને કોઈ પણ જાતનો ફરક પડતો ન હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા છે આ વિસ્તાર માં શિવાલય મંદિર, મહિલા સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષમી મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિરો આવેલા છે તેમ રહીશો નો સામાન્ય એવો ગટર ના પાણી ઉભરાવ જેવો પ્રશન નું નિરાકરણ આવતું નથી રહીશો તેમજ મંદિર આવતા હરિભક્તો નો લાગણી દુભાય છે તંત્ર દ્વારા તાત્કાલિક આ ગટર ના ગંદા પાણી નો પ્રશન નું નિરાકરણ આવે તેવું રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર ને લેખિત રજુઆત કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.