રાજકોટમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશના વેચાણ પર પ્રતિબંધ - At This Time

રાજકોટમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશના વેચાણ પર પ્રતિબંધ


રાજકોટમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ તા. ૦૨ જુલાઈ -રાજકોટ શહેર તથા જિલ્લામાં સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા વસ્ત્રોનુા વેચાણ તથા તેના ઉપયોગ થકી થઇ શકતી દેશદ્રોહી કે ગેરકાયદે પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવાના આશયથી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ, રાજકોટ શહેર પોલીસ કમિશનરના વિસ્તારમાં સૈન્ય, સશસ્ત્ર દળોના ગણવેશ, પોલીસ ગણવેશ તથા તેની સાથે સમાનતા ધરાવતા વસ્ત્રોના વેચાણ તથા તેના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, તથા તેનું ઉલ્લંઘન કરનાર દંડને પાત્ર થશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.