આજનો ઇતિહાસ 6 ઓગસ્ટ: હિરોશીમા દિવસ – અમેરિકાએ જાપાનના હિરોશીમા પર લીટલ બોમ્બ ફેંક્યો
આજે 6 ઓગસ્ટ 2024છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે હિરોશીમા દિવસ છે.79 વર્ષ પહેલા આજની તારીખે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર લીટલ બોમ્બ નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, અને ક્ષણિકમાં એક સુંદર શહેર સ્મશાનમાં ફેરવાઇ ગયુ હતુ.વર્ષ 1945માં 6 ઓગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર ‘લીટલ બોય’ નામનો અણુ બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બની અસરને કારણે 13 ચોરસ કિમી વિસ્તારમાં ભયંકર તબાહી મચી ગઇ હતી. હિરોશિમા શહેરની 3.5 લાખ વસ્તીમાંથી એક લાખ ચાલીસ હજાર લોકો એક જ ઝાટકે માર્યા ગયા હતા. આ પરમાણુ બોમ્બની અસર ઘણા વર્ષો સુધી વરતાઇ અને ન્યુક્લિયર રેડિયેશનની અસરથી મોટી સંખયામાં મૃત્યુ પામતા રહ્યા હતા. અમેરિકા આટલેથી ન અટકતા ત્રણ દિવસ બાદ જાપાનના નાગાસાકી શહેર પર બીજો પરમામુ બોમ્બ ફેંક્યો હતો, આ ન્યુક્લિયર એટેકમાં પણ લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હતા. વર્ષ 1986માં ભારતના પ્રથમ ટેસ્ટ ટ્યૂબ બેબીનો જન્મ થયો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.