શ્રીસોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પુજા, ભોજન પ્રસાદ કરાવી
શ્રીસોમનાથ ટ્રસ્ટે મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજા પુજા, ભોજન પ્રસાદ કરાવી
----
80 દિવ્યાંગો અને એમના સેવકોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજાપુજન કર્યું
----
માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓને બિરદાવી રહી છે પ્રત્યેક દિવ્યાંગ સેવા સંસ્થા
શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને અગ્રીમતા આપીને તેઓનેસરળતાથી શ્રીસોમનાથ મહાદેવના દર્શન મળે તેવી સુલભ યાત્રી સુવિધાઓથી સુસજ્જ છે. તેમાં પણ ખાસ કરીને સીનીયર સીટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે. જેના પરીણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે અને આ દર્શન સાચા અર્થમાં જીવ અને શિવ નું મિલનનો સાક્ષાત્કાર કરાવે છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ ને 80 જેટલા દિવ્યાંગ બાળકોને દર્શન-પુજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા. તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. સાથે ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવ પૂર્વક ધ્વજાપૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવેલ. આ સાથે સોમનાથ દાદાના વાહલા ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.