રાજકોટ શહેર પ્રેમસંબંધનો કરૂણ અંજામ યુવકને ધોકાના ઘા ઝીંકી પતાવી દિધો.
રાજકોટ શહેર તા.૧૬/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરના પડધરીમાં મામાની દિકરી સાથેના પ્રેમસંબંધના કારણે મળવા જતાં યુવકને રસ્તા વચ્ચે જ આંતરી ધોકાના ઘા ઝીંકી પતાવી દિધો. રાજકોટ નજીક આવેલા વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં યુવકને તેના જ મામાની દિકરી સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પરિવારજનોને થઈ જતાં ગઈકાલે પ્રેમિકાને મળવા જતાં યુવાનને રસ્તા વચ્ચે આંતરી ૨ મામા સહિત ૪ શખ્સોએ ધોકાના ઘા ઝીંકી ભાણેજની ઠંડા કલેજે હત્યા કરી ૩ આરોપીઓ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતાં પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.