વઢવાણ શહેરની હુડકો પડતર પ્લોટમાં વસવાટ કરતા 40 પરિવારોનો પાણી પાણી ન મલતા મુશ્કેલી.
તા.01/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને લોકોની સમસ્યા ઉકેલવા માટેની દરેક ધારાસભ્યો દ્વારા હાલમાં કાર્યવાહી સમગ્ર જિલ્લામાં પ્રજા પ્રશ્નોની ઉકેલ લાવવા માટેની હાલમાં ખાતરીઓ પણ આપવામાં આવી છે ત્યારે વઢવાણ શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા હુડકો સોસાયટી પડતર પ્લોટ નામની સોસાયટી આવેલી છે જ્યાં 40 પરિવારોનો વસવાટ છે અને 7000 ની વસ્તી છે ત્યારે ત્યાં રહેતા મીનાબેન જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અમારે પાણી માટેની મુસીબત સર્જાય છે અને પાણી માટે અવારનવાર માંગણીઓ પણ કરવામાં આવી છે અને ચૂંટણીના મતદાન પહેલા પણ અમે ભાજપમાં રજૂઆત કરી છે અને પાણીનું નિરાકરણ લાવવા માટેની માંગણી કરવામાં આવી છે. હાલમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે ભાજપમાં ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે મીનાબેન જણાવી રહ્યા છે કે જ્યાં પાંચ ઘરનો વસવાટ હોય ત્યાં પણ નગરપાલિકાને તમામ પ્રકારની સુવિધાઓ આપવાની હોય છે પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ વિસ્તારમાં ટેન્કરો નથી આવતા કે પાણી નળ દ્વારા પણ આવતું નથી જેના કારણે આ વિસ્તારના લોકો ભારે મુસીબત ભર્યું જીવન વિતાવી રહ્યા છે અને પાણી ભરવા માટે આમતેમ ભટકવું પડે છે.ચારથી પાંચ કિલોમીટર સુધી એક બેડા પાણી માટે જવું પડે છે ત્યારે વઢવાણમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ્યારે નર્મદા કેનાલ પસાર થાય છે અને સૌરાષ્ટ્ર ભરમાં જ્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણના છેવાડાના વિસ્તારોમાં પાણી ન પહોંચવાના કારણે દેકારો થવા આપ્યો છે અને તાત્કાલિક અસરે આ વિસ્તારમાં પાણી મળે તેવી માંગણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.