*હિંમતનગરના અડપોદરા ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કાર્યક્રમ યોજાયો* ******** *દેશને મળેલી મહામુલી આઝાદીના મુળમાં અનેક ક્રાંતિકારીવીરોઓએ પોતાનું લોહી રેડ્યુ છે.ત્યારે આજે આપણને આઝાદી મળી છે.*
*હિંમતનગરના અડપોદરા ખાતે નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કાર્યક્રમ યોજાયો*
********
*દેશને મળેલી મહામુલી આઝાદીના મુળમાં અનેક ક્રાંતિકારીવીરોઓએ પોતાનું લોહી રેડ્યુ છે.ત્યારે આજે આપણને આઝાદી મળી છે.*
- અરવિંદભાઇ મછાર
*****
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની શેઠશ્રી એન.ડી.શાહ હાઇસ્કુલ અડપોદરા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ કાર્યક્રમ નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઇ મછારની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સૌ દેશવાસીઓ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આ સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
અધ્યક્ષસ્થાનેથી પ્રવચન કરતા નાયબ માહિતી નિયામકશ્રી અરવિંભાઇ મછારે જણાવ્યું હતુ કે સમગ્ર દેશમા આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. દેશને મળેલી મહામુલી આઝાદીના મુળમાં અનેક ક્રાંતિકારીવીરોઓએ પોતાનું લોહી રેડ્યુ છે.ત્યારે દેશ આઝાદ થયો છે.દેશની આઝાદીમાં આદિવાસી લોકોએ પણ પોતાનો અમુલ્ય ફાળો આપ્યો છે. મહાત્મા ગાંધીજી,સરદાર પટેલ જેવા ક્રાંતિકારીઓએ આપેલા યોગદાનને વિધ્યાર્થીઓ સમક્ષ વિગતે રજૂઆત કરી હતી. આ અવસરે નાયબ માહિતી નિયામકશ્રીએ પાલ દઢવાવ અને માનગઢ હત્યાકાંડના શહિદ વીરોને યાદ કરી શ્રધ્ધાજંલી અર્પી હતી.
હિંમતનગર ટી.ડી.ઓ શ્રી સિસોદિયા સ્વચ્છ ભારત અભિયાનની માહિતી આપતા લોકોને પોતાના ઘરની આજુબાજુ તેમજ શેરી અને ગામમાં સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના ક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી જે.ડી ચૌધરીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવતા જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણીને સાર્થક કરવા દરેક નાગરિક રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય એ ખૂબ જરૂરી છે સાથેજ કેન્દ્ર અને રાજ્ય સરકારીની સ્વચ્છ ભારત અભિયાન,એક ભારત શ્રેષ્ઠ ભારત,ફીટ ઇન્ડિયા ,બેટી બચાવો બેટી પઢાવો,પાણી બચાવો વગેરે લોકકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત મન કી બાત , પરીક્ષા પે ચર્ચા જેવા કાર્યક્રમોની જાણકારી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન સાબરકાંઠા જિલ્લા યુવા પરીવાર અને માટી ફાઉન્ડેશનના પિયુષ પટેલ તથા તેમની ટીમ દ્વારા વિવિધ યોજનાકીય લોકજાગૃતિ દર્શાવતુ મનોરંજક નાટક તેમજ પ્રાથમિક શાળાની વિધ્યાર્થીનીઓ દ્વારા સેલ્ફ ડિફેન્સ માટેનો ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા ફીટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કબ્બડી, તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન આડપોદરા પ્રાથમિક શાળા તેમજ એન.ડી.શાહ હાઇસ્કુલ માં કરવામાં આવ્યું હતું સાથે જ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ યોજનાકીય માહિતી દર્શાવતુ ફોટો પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં,શાળાના ટ્ર્ષ્ટીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી એસ.જે પટેલ, શિક્ષણગણ,વાલીગણ, ગ્રામ પંચાયત સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.