જયુબેલી, ગુંદાવાડી, ગાયત્રીનગર, પુષ્કરધામ, રામાપીર ચોકડી સહિતના રસ્તેથી 38 રેંકડી-કેબીન ઉપાડી લેવાયા - At This Time

જયુબેલી, ગુંદાવાડી, ગાયત્રીનગર, પુષ્કરધામ, રામાપીર ચોકડી સહિતના રસ્તેથી 38 રેંકડી-કેબીન ઉપાડી લેવાયા


મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.1 થી 8 દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાંથી 38 રેંકડી, 181 પરચુરણ સામાન, 385 કિલો શાકભાજી અને મંજૂરી વગરના 255 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા.
અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ પરથી 255 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે
શહેરના જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ 38 રેકડી, કેબીન જપ્ત કરવામાં આવી હતી, જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ, આનંદબંગલા ચોક ,અર્ટીકા, રવિરત્ન પાર્ક, માધાપર ચોકડી, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયાત્રીનગર, હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 181 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરાઇ હતી.
જયારે જંક્શન રોડ,જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 385 કિલો શાકભાજી, ફળ જપ્ત કરી પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, નંદનવન, મવડી વિસ્તાર, મટકી ચોક, સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.17,500 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરાયું હતું. જયારે કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ 80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.7,500 વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.