ગીર ગઢડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો - At This Time

ગીર ગઢડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો


ગીર ગઢડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો
--------------
૩૧૦૦ કરતા વધુ લાભાર્થીઓએ વિવિધ આયુર્વેદિક સેવાઓનો લાભ લીધો
--------------
ગીરગઢડા બી.એ.પી.એસ સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો. જે અંતર્ગત આયુષ નિદાન સારવાર કેમ્પનો ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વૈદ્ય વિજયસિંહ ગોહિલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને આયુષ મેળા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયુષ મેળા દ્વારા અંતરિયાળ ગામ સુધી આયુષ ચિકિત્સા પદ્ધતિનો પ્રચાર પ્રસાર થાય તેવો મુખ્ય હેતુ છે. જેથી આયુર્વેદના માધ્યમથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય સારું રહે અને તંદુરસ્તી જળવાઈ રહે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મૂછાર તથા મહાનુભાવોએ જુદા-જુદા ૧૩ જેટલા સ્ટોલની મુલાકાત લઇ અને આયુષની અનેકવિધ સેવાઓ તથા આયુષ મેળાની કામગીરી બિરદાવી હતી.

આયુષ મેળા ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વૈદ્ય વિજયસિંહ રાઠોડ, મિત્સુબેન ઠકરાર, રાકેશ કુમાર શાહ અને ડૉ. સંજય કેશવાલાનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આયુષ મેળા અંતર્ગત સાંધાના દુખાવા, કમરના દુખાવા અને સાયટીકામાં અગ્નિકર્મ ચિકિત્સાનો લાભ લીધો હતો તેમજ યોગ નિષ્ણાતો દ્વારા લાભાર્થીઓને પ્રેક્ટીકલી યોગ પ્રાણાયામની સમજ આપવામાં આવી હતી.

આ આયુષ મેળામાં આયુર્વેદ નિદાન ચિકિત્સાનો ૨૩૮, હોમીઓપેથી નિદાન ચિકિત્સાનો ૧૭૫, સુવર્ણ પ્રાશનના ૯૦થી વધુ, પ્રકૃતિ પરિક્ષણના ૩૩, જરા ચિકિત્સાના ૪૫, અગ્નિકર્મ ચિકિત્સાના ૨૩, પંચકર્મ વનસ્પતિ ઔષધ પ્રદર્શન સ્વસ્થ વૃત હર્બલ વાનગી પ્રદર્શનનો ૩૧૦૦ કરતા વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. સ્વાતિબેન સોલંકી તથા ડૉ.રાકેશકુમાર શાહે કર્યું હતું.

આ આયુષમેળામાં કારોબારી સમિતિ ચેરમેન શ્રી ડાહ્યાભાઈ જાલોન્દ્રા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મનીષાબેન ત્રાપસીયા, જિલ્લા પંચાયતના સર્વે સભ્યો ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખટ અને અગ્રણી નરેશભાઈ ત્રાપસીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
00000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.