ખાનગી વાહન ચાલકો વધુ પૈસા કમાવવાની લાલચ માં મુસાફરો ના જીવને જોખમમાં મુકી રહ્યાં છે - At This Time

ખાનગી વાહન ચાલકો વધુ પૈસા કમાવવાની લાલચ માં મુસાફરો ના જીવને જોખમમાં મુકી રહ્યાં છે


ખાનગી વાહન ચાલકો મુસાફરોના જીવને જોખમમાં મૂકી રહ્યાં હોય તેવુ લાગી રહ્યુ છે વાહન માં બેસવાની ની જગ્યાં થી બમણા મુસાફરો ને બેસાડી રહ્યાં છે અને છે તો બીજી તરફ આ વાહન રોડ પરથી જ પસાર થતું હોવા છતાં કોઈ તેને રોકવા કે દંડ કરવા વાળું નથી અને સબ ભૂમિ ગોપાલકી. ની માફક બધું ચાલ્યા કરે છે. ત્યારે આમાં જવાબદારી કોની ગણવી એ મહત્વનો સવાલ બની જાય છે. જસદણ પંથકના માર્ગો ઉપર હપ્તાના જોરે વર્તમાન સમયે ઘેટા-બકરાંની જેમ ખાનગી વાહનોમાં મજૂર વર્ગની હેરાફેરી કરવામાં આવી રહી છે. તેની સાબિતી અહીં મળી રહી છે. જસદણ શહેર અને પંથકમાં છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે માત્ર મેમો આપીને સંતોષ માની લેતા ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ સામે કેમ કાર્યવાહી થતી નથી તે એક સવાલ બની ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.