ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ મુકામે દ્વિતીય સમૂહ લગ્ન યોજાશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ મુકામે દ્વિતીય સમૂહ લગ્ન યોજાશે.
તા.૩/૩/૨૦૨૪ સુધીમાં લગ્ન નોંધણી માટે ફોર્મ ભરવા જણાવવા માં આવેશે. લગ્ન નોંધણી માટે નું સ્થાન : દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તા.ધંધુકા જી : અમદાવાદ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના દાદા બાપુ ધામ પચ્છમ ભાલ ના દ્વિતીય પાટોત્સવ ના પાવન અવસરે તા.૨૨/૪/૨૦૨૪ ના રોજ સનાતન સર્વ સમાજ ના સમૂહ લગ્નનું દિવ્ય આયોજન વીર ભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ અને સેવક સમુદાય દ્વારા કરવામાં આવનાર છે .આ સમૂહ લગ્ન મૂળ સનાતની વૈદિક અને પૌરાણિક વિસરાતી જતી પરંપરા ને ઉજાગર કરે અને સમાજ માં જાગૃતિ લાવનાર પ્રસંગ બની રેહવાનો છે. જે વર અને કન્યા આ સમૂહ લગ્ન માં જોડાશે તેઓને અને તેમના માતા પિતા ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તે સારું માઇક્રો પ્લાનિંગ થી આયોજન કરવામાં આવનાર છે. સમૂહ લગ્ન માં જોડાનાર દીકરી કે દીકરાના વાલી એ કોઈ પણ પ્રકાર ની રકમ અથવા ફી ભરવાની નથી. દીકરીને તમામ પ્રકાર નો સંપૂર્ણ કરિયાવર દાદા બાપુ ધામ તરફથી અર્પણ કરવામાં આવશે .વિશેષ માં જણાવવાનું કે જે કોઈ વાલીને પોતાના ના દીકરા દીકરીને આ સમૂહ લગ્ન માં લગ્ન કરવા જોડાવવું હોય તેઓને તા.૩/૩/૨૦૨૪ સુધીમાં લગ્ન નોંધણી માટે ફોર્મ ભરવા જણાવવા માં આવેશે. લગ્ન નોંધણી માટે નું સ્થાન : દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તા.ધંધુકા સંપર્ક શ્રી જયેન્દ્ર સિંહ સોલંકી 798417842 અને 9925349499 .શ્રી રામદેવ સિંહ પરમાર 9898032002 અને શ્રી ધ્રુવરાજસિંહ પઢેરિયા 7600707290 કોઈ પણ પ્રકાર ની પૂછ પરછ માટે પ્રવિણસિંહ ગોહિલ 9924 151515
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.