સુરેન્દ્રનગર LCB પોલીસે જાંબુ ગામે જુગાર રમતા સાત શખ્સોને બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડયા. - At This Time

સુરેન્દ્રનગર LCB પોલીસે જાંબુ ગામે જુગાર રમતા સાત શખ્સોને બે લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડયા.


રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન નંગ 7 તથા મોટરસાયકલ નંગ 3 તથા એક કાર સહીત સમગ્ર કિ.રૂ.2,13,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબીના પીઆઇ જે જે જાડેજા સાહેબે તથા પીએસઆઇ જે વાય પઠાણ સાહેબ નાઓએ, પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્ત નાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા, એલસીબી ટીમના પીઆઇ જે જે જાડેજા, પીએસઆઇ જે વાય પઠાણ, એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, પરીક્ષીતસિંહ ઝાલા, સાહીલભાઈ સેલત સહીત સમગ્ર ટીમ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે જાંબુ ભથાણ રોડ પર આવેલ પેટ્રોલપંપ પહેલા ગોડાઉન પાસે જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા આરોપી, ઇશાભાઇ રહેમાનભાઇ બાબરીયા રહે જાંબુ બાબરીયા ફળી લીંબડી, સલમાનભાઇ ગનીભાઇ બાબરીયા રહે લક્ષ્મીસર મસ્જીદની બાજુમાં લીંબડી, અકબરભાઇ અલ્લારખાભાઇ સંઘરીયાત રહે બાજરડા બુટભવાની મંદીરની બાજુમાં ધંધુકા, જુસબભાઇ રૂસ્તમભાઇ સંઘરીયાત રહે જાંબુ પાટીના પાદર લીંબડી, દીનેશભાઇ વેરશીભાઇ રૂદાતલા રહે જાંબુ રામજીમંદીર પાસે પગી વાસ લીંબડી, રહેમુદ્દીનભાઇ ગુલાબભાઇ ઉમડીયા રહે જાંબુ તળાવ પાસે લીંબડી, ઇલીયાસભાઇ હાજીભાઇ ઉમડીયા રહે બાજરડા ઉમડીયા ફળી ધંધુકા અમદાવાદ વાળાઓને રોકડ રૂ.31,500 તથા મોબાઇલ ફોન નંગ 7 કી.રૂ.21,500 તથા મોટરસાયકલ નંગ 3 કી.રૂ.60,000 તથા સેન્ટ્રો કાર નંગ.1 કી.રૂ. 1,00,000 એમ મળી કુલ મુદ્દામાલ રૂ.2,16,000 સાથે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા સાત આરોપીઓ પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ પાણસીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.