રાજકોટ મહાનગરપાલિકા ફ્રુડ વિભાગની ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને ચેકિંગ હાથ ધરવામાં આવેલ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ફ્રુડ વિભાગની ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને ચેકિંગ હાથ ધરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસ તથા રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને ૮૦ ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારીયા મે.રોડ, વાણિયાવાડી મે.રોડ, સહકાર મે.રોડ, ગાયત્રીનગર વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૭ પેઢીની ચકાસણી દરમિયાન ૮ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતી સિલ્વર ફોઈલ વાળી મીઠાઇ, કાજુ કતરી, પેંડા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) જલારામ પેટીસ (૨) મુરલીધર પેટીસ (૩) સમર્પણ પેટીસ (૪) શક્તિ વિજય ફરસાણ (૫) જલારામ ડેરી ફાર્મ (૬) શ્રી અશોક ડેરી ફાર્મ (૭) શ્રી ગૌતમ ફરસાણ (૮) ભાનું પેટીસ (ફરાળી પેટીસ) ને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. (૯) જલિયાણ ફરસાણ (૧૦) ઉમિયા ફરસાણ (૧૧) જય સિયારામ ફરસાણ (૧૨) મહાવીર નમકીન (૧૩) શ્રી ધારેશ્વર ડેરી ફાર્મ (૧૪) જય યોગેશ્વર ડેરી ફાર્મ (૧૫) અશોક વિજય ડેરી ફાર્મ (૧૬) સત્યમ ડેરી ફાર્મ (૧૭) દિલિપ ડેરી ફાર્મ (૧૮) જય કિશાન ડેરી ફાર્મ (૧૯) મુરલીધર ફરસાણ (૨૦) ગણેશ ડેરી ફાર્મ (૨૧) નવનીત ડેરી ફાર્મ (૨૨) શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (૨૩) માટેલ ડેરી ફાર્મ (૨૪) કનૈયા ડેરી ફાર્મ (૨૫) ખોડિયાર પ્રોવિઝન સ્ટોર (૨૬) ભારત ડેરી ફાર્મ (૨૭) વિકાસ ડેરી ફાર્મની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.