વાગરા: જુંજેરા વિદ્યાલયમાં રમતોત્સવ 2024-25 નું સુંદર આયોજન, અનેકવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો - At This Time

વાગરા: જુંજેરા વિદ્યાલયમાં રમતોત્સવ 2024-25 નું સુંદર આયોજન, અનેકવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો


આધુનિક યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શૈક્ષણિક પ્રગતિની સાથે-સાથે વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પણ ભાગ લેવો જોઇએ. જેનાથી દરેક વિદ્યાર્થીઓને તેની કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે. જે અંતર્ગત વાગરા સ્થિત જુંજેરા વિદ્યાલય ખાતે રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓ રમતોમાં ભાગ લઈ શકે તે હેતુસર ચાર વિભાગોમાં અલગ અલગ દિવસે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં શિશુ 1 થી લઈ ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

નિષ્કર્ષમાં, રમતગમત માત્ર સ્પર્ધા અને શારીરિક તંદુરસ્તી વિશે નથી. તેઓ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે જે આપણા શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે. રમતગમતમાં વ્યસ્ત રહેવાથી વ્યક્તિગત વિકાસ, કૌશલ્ય વિકાસ, સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને એકંદર આનંદની તકો મળે છે. તંદુરસ્ત, સુખી અને વધુ સંતુલિત જીવનશૈલી સુનિશ્ચિત કરવા માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહિત અને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. જેથી વાગરાના અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલય ખાતે સ્કૂલના ટ્રસ્ટી નિમેષભાઈ પંચાલના માર્ગદર્શન અને સુચનાથી રમતોત્સવ 2024-25 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હિતેશ કુમારે જહેમત ઉઠાવી ત્રી-દિવસીય રમતોત્સવનું સુંદર આયોજન કર્યું હતું. જેમાં શિશુ 1 થી ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ શકે તે માટે અલગ-અલગ તારીખે કુલ ચાર વિભાગોમા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ શિશુ 1 થી ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે બુક બેલેન્સ, દોડ, બટાકા દોડ, લીંબુ ચમચી, લંગડી કૂદ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ તારીખ ૨૪/૧૨/૨૦૨૪ ના રોજ ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે સિક્કા શોધ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ત્રિપગી દોડ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કોથળા દોડ, બેડ મિન્ટન, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કબડ્ડી, ક્રિકેટ, દોરડા ખેંચ, અને તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે ક્રિકેટ, કબડ્ડી, ત્રિપગી દોડ, લાંબી કૂદ, સંગીત ખુરશી જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી. ઉપરોક્ત રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા સાથે તેઓને પ્રોત્સાહિત કરવાના હેતુસર મહેમાન તરીકે એ.એમ.સૂર (J.E) તથા મેહુલ ભાઈ પટેલ (ઇલે-આસિસ્ટન્ટ), બ્રહ્મકુમારી તરફથી ચૈતાલી દીદી સાથે પૂર્વ દીદી પણ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત સ્થાનિક પત્રકારો જેમાં સદ્દામ ભટ્ટી, નઈમ દિવાન તેમજ સૈફઅલી ભટ્ટી પણ હાજર રહ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુસર જીવનમાં શિક્ષણની સાથે-સાથે રમતગમતનું પણ કેટલું મહત્વ રહેલું છે. તે અંગે માહિતી આપી હતી. તેમજ આજના આ ડિજિટલ યુગમાં મોબાઈલના ફાયદા અને ગેર ફાયદા અંગે પણ જરૂરી માહિતી પ્રદાન કરવામાં આવી હતી. સાથેજ સાયબર ફ્રોડથી બચવા શું-શું તકેદારી રાખવી તે અંગે પણ વિગતે સમજણ આપવામાં આવી હતી. બાળકોમાં રહેલી પ્રતિભાઓને બહાર લાવવાના હેતુસર ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઉત્સાહી આચાર્ય હિતેશભાઈ વાણીયા તેમજ શાળા પરિવારે ખુબજ સારી જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સુંદર રીતે આયોજન કરીને સફળ બનાવ્યો હતો.

જીવનમાં રમતનુ મહત્વ:- રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમુહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે. મહિલાઓ અને પુરૂષો બંને માટે રમત ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કારણ કે આ એક વ્યક્તિની શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે. આ નાગરિકોના ચરિત્ર અને સ્વસ્થ્યના નિર્માણ દ્વારા રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રમત મનુષ્યના કાર્ય કરવાની રીતમા ગતિ અને સક્રિયતા લાવે છે.

સ્વાસ્થ્ય, ધન અને રાષ્ટ્રના નિર્માણમાં રમતની ભૂમિકા :- રમતનુ મહત્વ અને ભૂમિકાને કોઈના પણ દ્વારા નજરઅંદાજ કરી શકાતુ નથી. કારણ કે આ હકીકતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે જ વ્યવસાયિક વિકાસ માટે રમત ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. આ યુવક અને યુવતીઓ બંને માટે સારા શરીરનુ નિર્માણ કરવા માટે ખૂબ સારુ છે. આ લોકોને માનસિક રૂપે સતર્ક, શારીરિક રૂપથી સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુશાસિત, સ્વસ્થ, સક્રિય, સમયનિષ્ઠ બની શકે છે અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈપણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકે છે. રમતમાં નિયમિત રૂપથી સમએલ થવુ સહેલાઈથી ચિંતા, તનાવ અને ગભરાટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે. આ શરીરના અંગોના શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવે છે. અને આ રીતે આખા શરીરના કાર્યોને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે છે. આ શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ કરે છે. અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ, ઝડપી, સારી એકગ્રતા સાથે સક્રિય રહે છે. આ શરીર અને મનની શક્તિ અને ઉર્જાનુ સ્તર વધારે છે. આ દરેકના નીરસ જીવનમાં એક સારો બ્રેક આપે છે. રમત ઉજવલ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી, તેમા રૂચિ રાખનારા યુવાઓને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગન સાથે પોતાની આ રૂચિને નિયમિત રાખવાની છે. આ ટીમમાં સહયોગ અને ટીમ નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને ટીમમાં કાર્ય કરવાનુ શીખવાડે છે. રમત પ્રત્યે વધુ ખેંચાવ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંનેને સ્વસ્થ અને નાણાકીય રૂપથી વધુ મજબૂત બનાવે છે. તેથી રમતને માતા-પિતા, શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.