મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ
બોટાદ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું ભવ્ય વિતરણ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી ગાંધીનગર જિલ્લાના મોખાસણ ગામે પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલના આશરે 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં દરેક વિદ્યાર્થીને દફતર, કંપાસ, ફુલસ્કેપ ચોપડા, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, રાઇટીંગ પેડ, પેન માટે પાઉચ વગેરે આપીને તથા શિક્ષણની હિમાયત કરીને જીવન સુખી કરવા નિર્વ્યસન જીવન રાખીને પ્રગતિ કરવા પૂજ્ય સંતોએ પ્રવચનમાં માર્ગદર્શન આપ્યું હતું. આ શૈક્ષણિક કીટ વિતરણના યજમાન મણીલાલ હીરદાસ પટેલ પરિવાર મોખાસણના હતા. હસ્તે બળદેવભાઈ, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ, કનુભાઈ, દેવેન્દ્રભાઈ, વસંતભાઈ વગેરે સહ પરિવાર હાજરી આપીને અને ખૂબજ લાગણીસભર વિતરણ કર્યું હતું.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.