ધંધુકાના વૃદ્ધને ગામ છોડી દેવાની ધમકી મળતા ઝેરી ટીંકડીઓ ખાઈ લીધી - At This Time

ધંધુકાના વૃદ્ધને ગામ છોડી દેવાની ધમકી મળતા ઝેરી ટીંકડીઓ ખાઈ લીધી


ધંધુકાના વૃદ્ધને ગામ છોડી દેવાની ધમકી મળતા ઝેરી ટીંકડીઓ ખાઈ લીધી : સારવારમાં મોત નીપજ્યું

ધંધુકાના મીરાવાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધને ગામના ૧૦ શખ્સો છેલ્લા ત્રણ વર્ષથી ગામ છોડીને જતા રહેવાની ધમકી આપતા હતા. ત્યારે ગત તા. ૨૨મીના રોજ તેઓએ ઝેરી ટીકડીઓ ખાલી લીધી હતી. અને દિકરીના ઘરે મુળી આવ્યા હતા. ત્યારે સારવાર માટે તેઓને સુરેન્દ્રનગર લઈ જવાતા વૃધ્ધનું મોત થયુ હતુ. બનાવની મૂળી રહેતી મૃતકની દિકરીએ શૂન્ય નંબરથી ધંધુકાના ૧૦ શખ્સો સામે દુપ્પેરણાની ફરિયાદ નોંધાવી છે.

મૂળીના આંબેડકરનગરમાં 41 વર્ષીય જયોતીબેન ગણપતભાઈ કોરડીયા રહે છે. તેમનું પિયર ધંધુકા ગામે છે. ૨૧ વર્ષ પહેલાં તેમનાં લગ્ન થઈ ગયા હતા. તેમના પિતા અને ભાઈ સહિતનો પરિવાર ધંધુકાના મીરાવાડી વિસ્તારમાં રહે છે. તેમના પિતા ખેતાભાઈ મોહનભાઈ રાસમીયાને ગામના હર્ષદ બાબુભાઈ ઝાલા, દીપક ઉર્ફે દેવરા બાબુભાઈ ઝાલા પરસોત્તમ નાથાભાઈ ઝાલા,વિશાલ પરસોત્તમભાઈ ઝાલા, જીજ્ઞેશ પરસોત્તમભાઈ ઝાલા, ડાયા સામાભાઈ ઝાલા, પ્રેમજી ડાયાભાઈ ઝાલા, ગૌતમ ડાયાભાઈ ઝાલા, વિનુ હીરાભાઈ
ઝાલા અને રાકેશ વિનુભાઈ ઝાલા છેલ્લા ૩ વર્ષથી ત્રાસ આપતા હતા અને ગામ છોડી દો નહીતર જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. જેમાં એક બાઈને ફરિયાદી બનાવી જયોતીબેનના ભાઈ નરેન્દ્ર અને અન્ય કુંટુંબી ભાઈઓ સામે ખોટો દુષ્કર્મનો કેસ પણ કર્યો હતો. તા. ૨૨મીએ રાત્રે તેઓના ત્રાસથી ખેતાભાઈએ સેનફોસ નામની ઝેરી ટીકડી ખાઈ લીધી હતી. ત્યારબાદ તેઓ આ લોકોની બીકે દિકરી જયોતીબેનના ઘેર મૂળી આવ્યા હતા. જેમાં તેઓને ઉબકા આવતા સારવાર માટે મૂળી અને ત્યારબાદ સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન ખેતાભાઈનું મોત થયુ હતુ. આ બનાવમાં ધંધુકાના ૧૦ શખ્સો સામે જયોતીબેન કોરડિયાએ દુપ્પેરણાની ફરિયાદ ૦ નંબરથી મૂળી પોલીસ મથકે નોંધાવી છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.