મોટા પડાદરા પ્રાથમિક શાળાના 5 બાળકો રાજ્ય કક્ષાની સ્પર્ધામા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા શાળાનુ નામ રોશન કર્યુ
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના મોટા પડાદરા
પ્રાથમિક શાળાના બાળકો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા રાખવામાં આવેલ રમતગમત રાજ્યકક્ષાની સ્પર્ધાની અંદર 11 એથ્લેટિક્સ મીટ નડિયાદ શાળાના શિક્ષક ભરતભાઈ પગીના માર્ગદર્શન હેઠળ કડાણા તાલુકાના મોટા પડાદરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતી ખાટા આશાબેન અંડર 9 દોડમા 100 મીટરમા,તેમજ પગી ગંગાબેન અંડર 11 દોડ 100મીટર અને તાવિયાડ મમતાબેન લાંબી કૂદમાં પગી લક્ષ્મણભાઈ અંડર 9 દોડ 200 મીટર તેમજ દીનેશભાઇ ડીંડોર ઉચી કુદમાં આમ શાળાના પાંચ વિધાર્થીઓએ રાજ્ય કક્ષાએ રમતગમતમા ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.જ્યારે રાજ્યકક્ષાએ રમત ગમત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર મહીસાગર જીલ્લામાં તેમજ કડાણા તાલુકાનુ નામ રોશન કર્યુ હતુ.જયારે શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ દ્વારા પણ બાળકોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવીને હતી.જ્યારે પ્રાથમિક શાળાના નામ રોશન થતાં ખુશીનો માહોલ છવાયો હતો.
રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.