મહિસાગર જિલ્લામાં દિવાસા નું મહત્વ;. - At This Time

મહિસાગર જિલ્લામાં દિવાસા નું મહત્વ;.


મહીસાગર જિલ્લાના કડાણા અને સંતરામપુર તાલુકામાં ભીલ સમુદાયમાં અષાઢ વદ અમાસ ના રોજ ઉજવાતા સામાજિક ફસલી ઉત્સવ "દિવાસા"નું ખૂબ જ આગવું મહત્વ છે. ચોમાસામાં ખેડ, વાવણી, ઓરણી અને રોપણી વગેરે કામથી પરવારતાં આદિવાસી સમુદાય ધરતીની હરિયાળીથી ખુશખુશાલ હોય "દિવાસો" ઉજવે છે.
દિવાસાના દિવસે દંતકથા મુજબ હળ ન જોડતાં બળદોને આરામ આપે છે અને ગામના બાળકો, યુવાનો અને વડીલો ગામની ગામખેડા માતા ના થાનકે એકઠા થાય છે અને પોતાની પરંપરા મુજબ દારુ ,કૂકડા, બકરા કે.... નો ભોગ ચડાવી ગામમાં સુખ શાંતિ જળવાય રહે ઢોરઢાંખર સાજા નરવા રહે તે માટે "બેડિયું" પૂરી ગામખેડા, ખત્રીઓ, ચાંદા સૂરજ, ધરતી,પવન પાણી વગેરે સનાતન દેવોને સામુહિક પ્રાર્થના કરે છે.
દિવાસાની રાત્રે લોકો પોતાના પરંપરાગત વાજિંત્રો જેવા કે 'ઢોલ- થાળી' કુંડી કાંમડી પાવો વાંસળી વગાડતા "ગાયણી" કરતા હોય છે અને જવ તલ ડાંગર ગુંગળ લીમડો ખાંડ હળદર... જેવા ઉપલબ્ધ સામગ્રીથી દરેક ઘરે એક સાથે ચોક્કસ સમયે ભૂવા/ભોપા/બડવા/ભગત ના બતાવ્યા મુજબ "અવન" કરે છે જેની પાછળ જબરજસ્ત વૈજ્ઞાનિક અભિગમ રહેલો જોવા મળે છે.
આદિવાસી ભીલ લોકો આજથી વાંસળી કે પિહો વગાડવાની શરૂઆત કરે છે જે ચૌદહો ના રોજ વિવિધ વેશભૂષા સાથે "પેરણ" રમી બંધ કરતા હોય છે.

રિપોર્ટર અરવિંદભાઈ એચ ખાંટ.
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.