સ્પે.ઓલિમ્પિક્સ ગુજરાત બોટાદ જિલ્લા સમિતિ અને આસ્થા સ્નેહ નું ઘર દ્વારા રાજ્યકક્ષાના સ્પે.ખેલાડીઓનું કરવામાં આવ્યું સન્માન
આસ્થા સ્નેહ નું ઘર બોટાદ ખાતે હિમતનગર રાજ્યકક્ષાએ રમવા ગયેલા તમામ એથ્લેટ્સનો સન્માન સમારોહ. સ્પે. ખેલમહાકુંભ રાજ્યકક્ષાએ 17 મેડલ મેળવતા બોટાદ જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓ. મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્યકક્ષાની સ્પર્ધા હિમતનગર ખાતે યોજાયેલ જેમાં બોટાદ જીલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ ખેલાડીઓ ભાગ લેવા માટે ગયેલ. હિમત નગર ખાતે યોજાયેલ સ્ટેટ લેવેલ ખેલમહાકુંભ ૨૦૨૪ માં ભાગ લીધેલ તમામ ખેલાડીઓનું સ્પે.ઓલિમ્પિક્સ ગુજરાત, બોટાદ જિલ્લા સમિતિ દ્વારા સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી શ્રીમતી વસંતબેન બગડા, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ બોટાદથી પ્રાંત યુવા વિકાસ અધિકારી દિનેશભાઈ દિહોરા, બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઈ ડવ, જિલ્લા રમત-ગમત કચેરી- હરદેવસિંહ વાઘેલા, બિજનેશમેન મહેશભાઈ માલા, ચેરમેન લાલજીભાઈ કળથીયા, ખજાનચી ભરતભાઈ ઉપાધ્યાય, ઇન્ટરનેશનલ કોચ બકુલાબેન ભીમાણી, સ્પે.એજ્યુકેટર રાજુભાઈ ધનવાણીયા ઉપસ્થિત રહેલ. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાએ રમવા જનાર ખેલાડીઓને વેકેશન સમય દરમ્યાન સંસ્થાના સ્ટાફે પ્રી પેકટીસ કેમ્પનું આયોજન કરેલ જેથી રાજ્યકક્ષાએ 17 ખેલાડીઓએ મેડલ મેળવેલ. વિજેતા થયેલા ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર અને સ્નેહ ઘર તરફથી ગીફ્ટ આપી સન્માન કરવામાં આવેલ. સાથોસાથ સ્ટેટ લેવલમાં હાજર રહેલ તમામ ખેલાડીઓને પણ સ્પે.ઓલિમ્પિક્સ બોટાદ સમિતિ દ્વારા ગીફ્ટ વિતરણ કરવામાં આવેલ. આ તકે કાર્યક્રમમાં આસ્થા સ્નેહ નું ઘર કેન્દ્રને શરુ થયાને એક વર્ષ પૂર્ણ થયેલ હોય સંસ્થાના દિવ્યાંગ તાલીમાર્થીઓએ ડાન્સ રજુ કરેલ. કાર્યક્રમના અંતે તમામ ખેલાડીઓ અને વાલીઓ માટે અલ્પાહાર રાખવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર પ્રકાશભાઈ ભીમાણીએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા નીલાબેન રાવલ, નીમીશાબેન કણઝરીયા, નમ્રતા ગૌસ્વામી, અમીરાજભાઈ ભોજક, હંસાબેન, માયાબેન અને રમેશભાઈએ જહેમત ઉઠાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.