મોડાસા ભાજપ તાલુકા કારોબારી અધ્યક્ષ કરણસિંહ પરમાર ના રાજીનામાથી ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો. - At This Time

મોડાસા ભાજપ તાલુકા કારોબારી અધ્યક્ષ કરણસિંહ પરમાર ના રાજીનામાથી ઠાકોર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો.


મહિલા સીટ હોવા છતાં પતિદેવોને વહીવટ કરવાનો ચસ્કો??
હમણાં અઠવાડિયા અગાઉ ગાજણ તાલુકા પંચાયતના યુવા ડેગેલિગેટ ચુંટાયા બાદ બીજી ટર્મમાં તાલુકા કારોબારી અધ્યક્ષ પદે નિમણુકનું એક વર્ષ પૂરું થયું નથી ત્યારે ભાજપ અને ઠાકોર સમાજના સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ તાલુકા ના પ્રમુખ અને જુના ભાજપના આગેવાનો આ સદસ્યનું કોઈ વિકાસનું કામ કરતા નથી.તેમજ તાલુકાના,જિલ્લાના મોટા ગજાના નેતાઓ ઓરમાયું વર્તન કરતા હોવાનું લોકામુખે ચર્ચાઈ રહ્યું છે.બીજી બાજુ આ સદસ્યના રાજીનામા અંગે મોડાસાના મંત્રીએ પણ રાજીનામુ આપવા પાછળ નું કારણ કે રાજીનામું પાછું ખેચો કે શું પ્રોબ્લેમ છે તેવું આ સદસ્યને પૂછ્યું નથી. તેથી સમાજમાં શંકાની સોંય મંત્રી તરફ લોકો તાકી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. બીજીબાજુ સામાજિક આગેવાનો ચર્ચાની જાણ મુજબ આજીવન યોદ્ધાના પ્રોગ્રામમાં ચારણવડાના એક યુવા રાજકીય આગેવાનની ગાડીમાં કરણસિંહ પરમારને આજીવન યોદ્ધાના પ્રોગ્રામમાં ગાંધીનગર લઇ ગયાનું ચર્ચાઈ રહ્યું છે.ત્યારે શું ગાંધીનગર લઈ જઈને આ સદસ્ય નું ખાસીકારણ કરવાંમાં આવ્યું કે માઈન્ડ હિફનોટીઝમ કરવામાં આવ્યું? કે ગુલાબી કાગળ થી નવાજ્યા કે શું? આ સદસ્યને સમાજને નીચા જોણું કરવા માટે કંઈ પોલિસી કામ કરી રહી છે તે જોવું રહ્યું.શુ આ ડેલિકેટને રાજીનામુ આપવા માટે કોઈને મોટાગજાના નેતાએ આ ખુરશીના વારસદાર બીજા સમાજના નિમણુક કરવા માટે આ સદસ્યને દબાણ કરવામાં આવ્યું? લોભ લાલચ કે કામ ના કરવાની પેરવી થી માનસિક રીતે ટોર્ચર કરીને રાજીનામું આપવા મજબૂર કર્યા હોવાનું લોકામુખે ચર્ચાઈ રહ્યું છે. આ રાજીનામાથી ઠાકોર સમાજમાં જબરજસ્ત અગન જ્વાલાની ચિનગારી સળગતા આ જ્વાલા થી પ્રજા આવનાર ચૂંટણીમાં મોટા માથાઓની શું હાલત કરશે તે જોવું રહ્યું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.