કેશ કાઉન્ટર વગર નું વાત્સલ્ય ધામ જ્યાં આદર્શ નાગરિક બનવા ના પાઠ ભણી રહ્યા છે અનાથ નિરાધાર ૧૧૦૦ બાળકો
કેશ કાઉન્ટર વગર નું વાત્સલ્ય ધામ જ્યાં આદર્શ નાગરિક બનવા ના પાઠ ભણી રહ્યા છે અનાથ નિરાધાર ૧૧૦૦ બાળકો
સુરત. મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના હાલ સુરત ડાયમંડ ઉદ્યોગ રત્ન ખેડૂત પુત્ર વસંતભાઈ ગજેરા ની અપાર કરુણા થી વાત્સલ્ય મેળવતા ૧૧૦૦ જેટલા અનાથ, નિરાધાર અને માતા પિતા વિહોણા બાળકો માટે ગુજરાત નું એકમાત્ર એવું શિક્ષણધામ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી જ્યાં મળે છે નિઃશુલ્ક ભણતર ગણતર અને જીવન માં પગભર થવાનું જળતર મેળવે છે ૧૧૦૦ જેટલા અનાથ બાળકો વાત છે સુરત ના વાત્સલ્યધામ ની.વાત્સલ્યધામ ના હજારો બાળકો ના હૃદય ની ભાવના વ્યક્ત કરતો આલેખ લેખક કે રાઈટર ની કલમે નહિ પરંતુ વાત્સલ્યધામ માં આશ્રય મેળવી રહ્યા છે તે જ બાળકો એ તૈયાર કરેલ રજૂઆત છે.
શું કહે છે તમામ બાળકો.જાણીએ પ્રસૂતત સંસ્કાર અને પ્રેમ હૂંફ અને વ્હાલ મેળવતા ભાગ્યશાલી બાળકો ને અમારા વાત્સલ્યધામ ના પ્રણેતા વસંતભાઈ હરિભાઈ ગજેરા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યધામ દીનબંધુ હોસ્પિટલ પાસે ખોલવાડ,કામરેજ, સુરત ખાતે આવેલ છે અને જેનો સંપર્ક માટે મોબાઈલ નંબર 9714823605 જેમનું કોઈ નથી તેવા નિરાધાર બાળકો ને સમાજ ના શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી સ્થાપિત કરવાનું બીડું ઝડપતા વાત્સલ્યધામ ના પ્રણેતા વસંતભાઈ હરિભાઈ ગજેરા.અહીં ૧૧૦૦ થી વધુ નિરાધાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ રહેવા અને જમવાની સુવિધા અપાય છે નિરાધાર અનાથ બાળકો ઉત્તમ જીવન શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પગભર થઈ આકાશ માં ઉડવાના સપના સાકાર કરવા વસંતભાઇ ગજેરા ના વાત્સલ્ય નિશ્ચિંત અભય આશરો મેળવી રહ્યા છે.શિક્ષણ નો એક પ્રકારે વેપાર થઇ ગયો હોય એમ શહેર માં કેજી થી ધો.૧૨ સાયન્સની બેફામ ફી વસૂલવામાં આવી રહી છે ત્યારે સુરત ના આ વાત્સલ્ય ધામ માં ૧૧૦૦ થી વધુ બાળકોને ભણાવી ગણાવીને પગપર કરવાનુ એક સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે વાત્સલ્યધામ ની વિશાળ જગ્યા પર ગૌશાળા પણ બનાવવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે તમામ બાળકો ને ચોખ્ખું દૂધ દહી છાસ અને ઘી મળી રહે અને દરરોજ ને માટે ગૌમાતા ની સેવા થાય.આ સિવાય શાકભાજી નું વાવેતર પણ કરવામાં આવે છે જેથી કરીને બાળકો ને રસાયણ યુક્ત દવા રહિત ની શાકભાજી મળે ઍટલે વાત્સલ્યધામ ના તમામ બાળકો ને દર રોજ સાત્વિક અને શુધ્ધ ભોજન મળે છે.વાત્સલ્યધામ માં શ્રેષ્ઠ શિક્ષણ સાત્વિક ભોજન અને ઉત્તમ પ્રતિભાશાળી નાગરિક બનવાની તક ને બળ પૂરું પડાય છે. આ વાત્સલ્યધામ માં જે વિદ્યાર્થી જે વિષય કે સુયોગ્ય કાર્ય કરવામાં નિપુણ અને રુચિ ધરાવતો હોય તેમને તે દિશા તરફની જ તાલીમ આપી પૂર્ણરૂપે પીઠબળ સાથે આગળ વધમામાં મજબૂત બનાવાય છે. અમારે મન દીપાવલી ના અઢળક દીવા ની રોશની છે વસંતદાદા અમે તો એ દીવા માંથી પ્રગટેલ નાના એવા દીવા છીએ.. શિયાળા ની ઠંડી માં ગરમ અને નરમ હુંફ આપતી ચાદર છે વસંતદાદા ઉનાળા ની ગરમી માં શીતળ ઠંડો વાયરો છે વસંતદાદા.ચોમાસા ના જ નહિ પરંતુ ક્યારેય કોઈપણ આફત નું રક્ષણ પૂરું પાડતી છત્રી છે વસંતદાદા.દરેક ઋતુ વાર તહેવાર ધાર્મિક રાષ્ટ્રિય કાર્યક્રમ હોય અમારે મન ભારત નો નક્સી છે વસંતદાદા.અમારા જેવા નિઃસહાય અને નિરાશ્રિત નિરાધાર બાળકો ને અહી સુધી આંગળી પકડીને મૂકી જવા સમાજ ના તમામ લોકોને નમ્ર વિનંતી કરીએ છીએ આંગળી ચિંધવાનું પુણ્ય આપ સર્વે સમજો છો લી વાત્સલ્યધામ અને વસંતદાદા ના પ્રેમ હૂંફ અને વ્હાલ વચ્ચે ઉછરેલા વિદ્યાર્થીઓનું આલેખન વાત્સલ્ય ધામ અને અમારા સૌના વ્હાલા વસંતદાદા ને સમર્પિત આલેખન.આવા ઉદાર વ્યક્તિ એટલે ફળો થી લદાયેલ વૃક્ષ સમાંતર હોય છે ફળ અને છાયો આપતા રહે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.