ગાંધીનગરનાં બાસણ ગામ ખાતે આવેલ આંગણવાડીમાં અસામાજિક તત્વોનો ત્રાસ
ગાંધીનગરના બાસણ ગામ ખાતે આવેલ આંગણવાડીમાં અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ વધી ગયેલ છે જેનાં સામે તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ જણાઈ રહયું છે.આંગણવાડી કાર્યકરના જણાવ્યા મુજબ જ્યારે આંગણવાડી રોજિંદા સમયે ખોલવામાં આવે ત્યારે આવાં તત્વો દ્વારા ગુટકા,પાન-મસાલાની પિચકારીઓ મારી તથા સરકારી મિલ્કતનાં કાચ તોડીને નુકસાન કરે છે જે નાનાં ભૂલકાનાં સ્વાસ્થ માટે હાનિકારક છે.જેની તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.