ઓડીએ પુણેમાં ડિલિવરી બોયને કચડી નાખ્યો, મોત:કાર સવાર ભાગી ગયો; CCTV દ્વારા આરોપીની ઓળખ થયા બાદ અરેસ્ટ કરાયો
મહારાષ્ટ્રના પુણેમાં હિટ એન્ડ રનનો એક નવો મામલો સામે આવ્યો છે. મુંધવા વિસ્તારના તાડીગુટ્ટા પાસે ઓડી કારે ફૂડ ડિલિવરી બોયને ટક્કર મારી હતી. ત્યારબાદ તેને કાર દ્વારા કચડીને ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ રઉફ અકબર શેખ તરીકે થઈ હતી. પોલીસે જણાવ્યું કે, આ પહેલા કાર સવારે એક સ્કૂટરને પણ ટક્કર મારી હતી, જેમાં ત્રણ ઘાયલ થયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેની ઓળખ 34 વર્ષીય આયુષ તાયલ તરીકે થઈ હતી. તે એક ખાનગી કંપનીમાં સિનિયર ઓફિસર છે. પોલીસે તેની ઘરેથી ધરપકડ કરી હતી. આરોપીઓએ કારને ટક્કર માર્યા બાદ પણ રોકી ન હતી
પુણે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગુરુવારે (10 ઓક્ટોબર) સવારે લગભગ 1.35 વાગ્યે બની હતી. ઓડી કારમાં આવેલા આરોપીઓએ પહેલા મુંધવા વિસ્તારમાં ગૂગલ ઓફિસની બહાર સ્કૂટરને ટક્કર મારી હતી. ત્યારબાદ તેણે ફૂડ ડિલિવરી બોયની બાઇક પર કાર ચડાવી દીધી હતી. કાર ચાલક દારૂના નશામાં હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે. આરોપીએ બાઇક સવારને ટક્કર માર્યા બાદ પણ કાર રોકી ન હતી. તેણે ઘાયલ વ્યક્તિને કાર નીચે કચડી નાખ્યો અને ઝડપથી ભાગી ગયો. પોલીસે પહેલા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી કારની ઓળખ કરી હતી. પછી તેના માલિકને શોધી કાઢ્યો. આરોપીની હડપસર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.