શિસ્ત સેવા અને સમર્પણ મુરબ્બી સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ ગૌરવંતી સંસ્થા ગૃહ સક્ષક દળ હોમગાર્ડ નો સ્થાપના દિન - At This Time

શિસ્ત સેવા અને સમર્પણ મુરબ્બી સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ ગૌરવંતી સંસ્થા ગૃહ સક્ષક દળ હોમગાર્ડ નો સ્થાપના દિન


શિસ્ત સેવા અને સમર્પણ મુરબ્બી સ્વ મોરારજીભાઈ દેસાઈ એ સ્થાપેલ ગૌરવંતી સંસ્થા ગૃહ સક્ષક દળ હોમગાર્ડ નો સ્થાપના દિન

ખાખી ગણેવેશ માં માનદ સેવા આપતા હોમગાર્ડ ની હાજરી જ સુરક્ષા નો સંદેશ છે અનેક આપતી ઓમાં પર્યાપ્ત છે હોમગાર્ડ જવાનો નો સ્થાપના દિન એટલે ૬ ડિસેમ્બર નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દિન
નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ બંને નાગરિકોની નિષ્કામ સેવા કરે છે અને છઠ્ઠી ડિસેમ્બરે તેનો વાર્ષિક દિન ઊજવાય છે. કટોકટી અને મુશ્કેલીમાં નાગરિક સંરક્ષણ દળ નાગરિકોને જરૂરી સહાય કરે છે.
શિસ્ત, સેવા અને સમર્પણની ભાવનાથી ભરપૂર એવું રાજ્યનું સંગઠન એટલે ગૃહરક્ષક દળ. મુંબઈ રાજ્યના ગૃહમંત્રીનો હોદ્દો સંભાળતા સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈએ ૬-૧૨-૧૯૪૯ના રોજ ૫૦૦ જેટલા સ્વયંસેવકોનું સંગઠન રચેલું અને તેને વટહુકમ બહાર પાડી કાયદાનું સ્વરૂપ આપી કાનૂની દરજ્જાના અમલમાં આવ્યું. ગૃહરક્ષક દળ આંતરિક સલામતીના રક્ષક તરીકે જ નહીં, પરંતુ કુદરતી આફતો તેમજ માનવસર્જિત આપત્તિઓમાં ફરજ બજાવનાર શિસ્તબદ્ધ દળ તરીકે હંમેશાં સેવા આપતું રહ્યું છે. હોમગાર્ડ નાગરિકોમાં સામર્થ્ય અને રાષ્ટ્રીય એકતા નિર્માણ કરવાનું કાર્ય કરે છે. ઇઝરાયેલ જેવા દેશમાં લશ્કરી તાલીમ ફરજિયાત છે. આપણો દેશ વિશાળ હોવાથી પ્રત્યેક નાગરિક તાલીમ ન લઈ શકે પરંતુ હોમગાર્ડઝમાં જોડાઈને લશ્કર જેવી જ હળવા પ્રકારની તાલીમ લઈ રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપી શકે હજારો જવાંમર્દ હોમગાર્ડઝ જવાનોની નિઃસ્વાર્થ સેવાપરાયણતા માટે યાદ રાખવી જરૂરી છે.એક ગોરવંતા ગુજરાતી સ્વંગીય વડાપ્રધાન મોરારીભાઈ દેસાઈ ની દુરંદેશી એ સ્થપાયેલ હોમગાર્ડ સંગઠન ની સેવા પરાયણતા અનેક અપાતી ઓમાં અબસર બની દેતા માનદ સેવકો ની શિસ્ત સમર્પણ સેવા નોંધનીય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.