બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા ‘વડનગર કોલજના કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા નિ:શુલ્ક હેલ્પલાઈન’ શરુ કરવામાં આવી.
બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા ‘વડનગર કોલજના કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા નિ:શુલ્ક હેલ્પલાઈન’ શરુ કરવામાં આવી.
ધોરણ 10 અને 12ના સ્કૂલના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા માર્ચમાં શરુ થશે, હવે ગણતરીના દિવસો બાકી હોઈ વિદ્યાર્થીઓમાં પરીક્ષાની ચિંતા અને તણાવ જોવા મળતો હોય છે. આપણે સહુ જાણીએ છીએ કે, વિદ્યાર્થીઓ રીડીંગ, કોન્સન્ટ્રેશન, મેમરાઈઝ કરવામાં તો ક્યારેક રાઈટ ટાઈમ રિકોલ કરવું વિગેરે મુશ્કેલીઓ અનુભવતા હોય છે. બોર્ડના વિદ્યાર્થીઓ ક્યારેક આત્મહત્યા જેવું પગલું પણ ભરતા હોય છે અથવા ડીપ્રેશનમાં સરી પડતા હોય છે.
આજ રોજ હેલ્પલાઈન લોન્ચ કરતા વિ.એન.એસ.બી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વડનગરના પ્રિન્સીપાલશ્રી ડૉ. ડી. યુ. પટેલે જણાવ્યું હતું કે, આજના હરીફાઈના યુગમાં વિદ્યાર્થીઓ પહેલા કરતા વધુ ચિંતા અને હતાશાનો ભોગ બની રહ્યા છે. તેમનું કાઉન્સેલિંગ કરવું અનિવાર્ય છે. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. હનીફ નાંદોલીયા જણાવે છે, ઘણા વિદ્યાર્થીઓ યોગ્યતા મુજબ રીઝલ્ટ નથી મેળવી શકતા, અમુક સારું રીઝલ્ટ મેળવે છે તો કારકિર્દી માટે પોતાના વ્યક્તિત્વથી વિપરીત અને નોકરી કે વ્યાવસાયની ઓછી તક હોય તેવા વિષયો પસંદ કરી પાછળથી પછતાય છે. આ તમામ સમસ્યાઓનું એક જ કારણ છે ‘મનોવૈજ્ઞાનિક માહિતીનો અભાવ’. અને આ સમસ્યાનું એક સરળ સમાધાન છે ‘સાયકોલોજીકલ કાઉન્સેલિંગ’.
ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પૂર્વ સીનીયર સાયકોલોજીસ્ટ અને હાલ વડનગર કોલજના અધ્યાપિકા ડૉ. પ્રિયંકા સોનીએ જણાવ્યું હતું કે, આ હેલ્પલાઈન પર તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમના તમામ પ્રશ્નોના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને ટેકનીક્સ શીખવવામાં આવશે.
કોલેજના કાઉન્સેલિંગ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. રાજેશ પરમાર જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા વર્ષ ૨૦૨૦થી સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટર ચાલાવવમાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો પરીક્ષાની ચિંતા, હતાશા, તણાવનું કાઉન્સેલીંગની સાથે યોગ્ય કારકિર્દી પસંદગી માટે કેરિયર કાઉન્સેલિંગ કરવામા આવે છે. જે કોઈ વિદ્યાર્થીઓ રૂબરૂ વ્યક્તિગ કાઉન્સેલિંગ લેવા ઈચ્છાતા હોય તેમની વ્યવસ્થા કાઉન્સેલિંગ સેન્ટરમાં કરવમાં આવશે. વિદ્યાર્થીઓનું માનસિક સ્વસ્થ્ય જળવાય અને ઉત્તમ પરિણામ મેળવે તે હેતુ માટે આ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. આ હેલ્પલાઈનમાં આર્ટસ ફેકલ્ટીના ડીન ડૉ. એ. એલ. સુતરીયા, થરા કોલજના પ્રિન્સીપાલ ડૉ. ડી. એસ. ચારણ, વડનગર કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. હનીફ નાંદોલીયા, ડૉ. વૈશાલી પંચાલ, ડૉ. વ્રજેશ મિસ્ત્રી, ડૉ. નીતેશ પટેલ, ડૉ. પ્રિયંકા સોની જેવા વર્ષોનાં અનુભવી અધ્યાપકશ્રીઓ અને સાયકોલોજીસ્ટ દ્વારા બોર્ડ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. જેનો લાભ લેશો અને અપાવશો.
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
