સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે અલગ યુનિવર્સિટી સ્થાપવા માગણી કરવામાં આવી. - At This Time

સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે અલગ યુનિવર્સિટી સ્થાપવા માગણી કરવામાં આવી.


સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને નવીન અલગ યુનિવર્સિટી સ્થાપવા માટે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર તથા સંસદસભ્ય શ્રીમતિ શોભનાબેન બારૈયા ને રજૂઆત કરવામાં આવી.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની કોલેજો હાલમાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાયેલી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં અત્યારે ૯૦૦ થી વધુ કોલેજો જોડાણ ધરાવે છે જેમાં સાબરકાંઠા અને અરવલ્લીની 100 થી વધારે કોલેજ સામેલ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ખાતે આવેલી હોઈ વિદ્યાર્થીઓને નાના-અમથા કામ માટે પણ ૩૫૦ કિલોમીટરથી વધુની મુસાફરી કરવી પડે છે જે આ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક રીતે પરવડે તેમ નથી. કોલેજોના કર્મચારીઓને પણ વહીવટી અને અન્ય કાર્યો માટે આટલી મુસાફરી કરવી પડે છે જે સમય અને નાણાના વ્યય સમાન છે. આબરકાંઠા અને અરવલ્લીની 300 થી વધારે કોલેજો હોઈ અલગ યુનિવર્સીટી માટે પુરતી છે. જો અલગ યુનિવર્સિટી આપવામાં આવે તો સમય અને નાણાની બચતની સાથે-સાથે વહીવટી સરળતા પણ જળવાશે.

ઘણા સમયથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ વાલીઓ પ્રક્ષણવિદો, દૈક્ષણિક મંડળો તથા કર્મચારીઓએ આ અલગ યુનિવર્સીટીની માંગણી સરકાર સમક્ષ કરેલ છે. જો આ માગણી પૂરી કરવામાં આવે તો આ જીલ્લાના હજારો વિદ્યાર્થીઓને ફાયદો થાય તેમ છે તો આ અંગે ઘટતું કરી જેમ બને તેમ જલ્દી આ વિસ્તારને અલગ યુનિવર્સીટી મળે તેવી માંગણી કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.